Abtak Media Google News

ભારતમાં ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે, આ બધી માન્યતાઓને શકુન અને અપશકુન સાથે જોડવામાં આવે છે. તમે ઘરની બહાર જાવ છો ને જો છીંક આવે તો અપશકુન માનવામાં આવે છે. આવી ઘણી બધી માન્યતાઓ આપણે ઘરના વડીલો પાસેથી સાંભળી હશે.

છીંક આવવાના પણ પ્રકાર હોય છે, તે પરથી નક્કી થાય છે કે છીંક તમારા માટે શકુન કે અપશકુન છે. જો તમે ક્યાં જાવ છો ને એક વાર કરતા વધુ છીંક આવે તો તેને શકુન માનવામાં આવે છે. તેનાથી તમારું કાર્ય સારી રીતે અને સરળતાથી પૂર્ણ થશે. તમે કામથી બહાર જાવ છો ને જો તમને એક વાર છીંક આવે તો તમારા કામમાં વિઘ્ન આવી શકે છે. આવી છીંકને લઈ ઘણી બધી માન્યતાઓ આપણા દેશમાં પ્રચલિત છે.

તમે ભોજન કરો છો ને છીંક આવે તો શકુન શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે. જો કોઈ રોગી માણસ દવા પીવેને છીંક આવે તો પણ તે શુભ ગણવામાં આવે છે. તે ટૂંક સમય માં સ્વસ્થ થઈ શકે છે. જો તમે કોઈ ધાર્મિક વિધિ કરો છો ને છીંક આવે તો એવું મનાય છે કે ધાર્મિક કાર્યમાં કોઈ અડચણ ઉભી થઈ શકે છે.

જો તમે કોઈ મહત્વના કાર્ય પર જાવ છો ને, ગાયનું વાછરડું છીંક ખાઈ તો તમારું કામ સિદ્ધ થઈ જશે. આ સાથે અવાકના સ્ત્રોતમાં પણ વધારો થઈ શકે છે. જો હાથી છીંક ખાઈ તો એને શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ સ્મ્શાન, દુર્ઘટના સ્થળ પર છીંક ખાઈ તો એને શુભ સંકેત માનવામાં આવે છે.

આવી અનેક પ્રકારની છીંક ખાવાથી લાભ અને નુકશાન અથવા શકુન અપશકુન માનવામાં આવે છે. આ બાબત બધી માણસના વિચાર પર આધાર રાખે છે. જો તમે વિશ્વાશ રાખો છો આવી બાબતમાં તો તમારા માટે આ બધું મહવનું છે. વૈજ્ઞાનિકોના કેહવા મુજબ છીંક આવવામાં પણ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. જેને આ માન્યતાઓ સાથે કોઈ નિસ્બત નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.