Abtak Media Google News

તકમરીયાના બી, અળસી, મેથીદાણા, જીરૂ, અખરોટ શરીર માટે વરદાન

બીજને માટીમાં વાવવાથી તે અંકુરિત થાય છે અને અનેક ગણો ફાયદો થાય છે, તેવી રીતે પલાળીને સેવન કરવામાં આવતી પાંચ વસ્તુઓ શરીરને દસ ગણો ફાયદો અપાવે

કોઈપણ બીજને માટીમાં વાવવાથી તે અંકુરિત થાય છે, તે વાત સૌ કોઈ જાણે છે. ઠીક તેવી જ રીતે ફણગાવેલા કઠોળ શરીર માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં કઠોળના બીજ અંકુરિત થાય છે, આ બીજ શરીર રૂપી માટીમાં જાય છે અને દસ ગણો ફાયદો આવે છે. ફણગાવેલા કઠોળ અને બદામની સાથે અન્ય એવી પાંચ વસ્તુઓનું સેવન પણ શરીર માટે ખૂબજ ફાયદેમંદ છે. જેમાં ૧. ચીયાના બીજ, ૨. અળસીના બીજ, ૩. મેથી દાણા, ૪. જીરૂ ૫. અખરોટનો સમાવેશ થાય છે.

૧. તકમરીયાના બીજ:

Chia Seeds 101 06

ફુદીના કુળની આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ સાલ્વીયા હીસ્પાનિકા છે. અંગ્રેજીમાં તેને ચીયા તરીકે ઓળખવામાં આવે છે. તથા ગુજરાતીમાં આપણે તેને તકમરીયા તરીકે ઓળખીએ છીએ આ ચીયા એટલેકે તકમરીયાના બીજને રાત્રે પલાળી સવારે ભૂખ્યા પેટે ખાવાથી વજન ઉતરે છે. જે લોકો મેદસ્વિતાનો શિકાર છે. તેઓ માટે ચીયાના બીજ ફાયદારૂપ છે, આ બીજ ફાઈબરથી ભરપૂર છે. એક મહિના સુધી લગાતાર ખાલી પેટે તેનું સેવન કરવાથી ૧૦ થી ૧૫ કિલો જેટલુ વજન ઉતરે છે. ઘણી કંપનીઓ બ્રેડ પર ચીયાના બીજ લગાવેલી બ્રેડનેહેલ્થ માટે ફાયદેમંદ ગણાવે છે. અને આ બ્રેડનું સેવન કરવાની સલાહ આપે છે.

૨. અળસીના બીજ:

Screenshot 1 31

હૃદય માટે અતિશય ફાયદેમંદ એવા આ અળસીનાં બીજનું રાત્રે એક ચમચી પલાળીને સવારે ખાલી પેટે સેવન કરવાથી હૃદયમાં થતી આર્ટરી બ્લોકેજીસને થતુ અટકાવે છે. અળસીનાં બીજ ઓમેગા-૩થી ભરપૂર છે જે શરીરમાનું કોલસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

૩. મેથીદાણા:

Fenugreek Seeds 500X500 1

દરરોજ સવારે ૧ ચમચી મેથીદાણાનું નરણા કોઠે લગાતાર ત્રણ મહિના સેવન કરવાથી ડાયાબીટીસમાં ઘટવામાં મદદરૂપ થાય છે. તેમજ એક મહિનામાં વાળ પણ ખરતા અટકે છે. તેથી પ્રતિદિન મેથીદાણાનું સેવન શરીર માટે ફાયદે મંદ છે.

૪. જીરૂ:

319562 2200 1200X628 1

રાત્રે ૧ ચમચી પલાળીને સવારે ખાલી પેટે જીરાનું સેવન પેટની તકલીફોનો જડમૂળથી સફાયો કરે છે. કબજીયાત, ગેસ, એસીડીટીને દર કરે છે. દરેક રોગોનું મૂળ કબજીયાત છે જેના કારણે શરીરમાં ૧૦૦ બીમારીઓ થાય છે. ગેસથી વાત વધે છે. અને એસીડીટીથી પિતમાં વધારો થાય છે. આમ, વાત, પિત, બંનેનું ઈમ્બેલેન્સ થવાથી પેટની સમસ્યામાં વધારો થાય છે. ઘણી વખત ચહેરાપર ખીલની સમસ્યા પણ થાય છે. અને ઈલાજ ચામડીનોગનો કરવામાંઆવે છે. પણ તેનું અસલી કારણ કબજીયાત જ હોય છે. અપાચ્ય ખોરાક બ્લડમાં ભળે છે. અને તેના કારણે ખીલની સમસ્યા થાય છે.

અખરોટ: રાત્રે પલાળીને સવારે ખાલીપેટે અખરોટનું સેવન અતિશય સ્વાસ્થ્યપ્રદ છે. અખરોટમાં પોલી અને મોનો નામના અનસેચ્યુરેટેડ ફેટસ રહેલા છે. ફેટના મુખ્ય બે પ્રકાર છે. ગુડ અને બેડ જેમાં સેચ્યુરેટેડ ફેટ અને અન સેચ્યુરેટેડ ફેટનો સમાવેશ થાય છે. સેચ્યુરેટેડને બેડ ફેટ કહેવાય છે. અન સેચ્યુરેટેડને ગુડ ફેટસ કહે છે. અને પોલી તથા મોનો બંનેનો ગૂડ ફેટસમાં સમાવેશ થાય છે. જેને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી મગજ તેજ બને છે. અને મેમરી પાવર શાર્પ બને છે. અખરોટ દેખાવમાં પણ મગજ જેવો આકાર ધરાવે છે.

આ પાંચ વસ્તુઓનું સેવન રાત્રે પલાળીને નરણા કોઠે ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય લાભ થાય છે. અને દરેકને દરરોજ એક પછી એક સેવન કરવું હિતાવહ છે. ઘણા લોકો માને છે કે, ડ્રાયફૂટસ મોંઘુ હોય પરવડે નહી તો અહી માત્ર એટલો જ ઉલ્લેખ કરવાનો કે દવાઓ વધારે મોંઘી હોય છે. ઉપરથી ડોકટરની ફીનો અલગ જયારે આ દરેકનું જો એક પછી એક સેવક કરવામાં આવે તો દવા કરતા ઓછો ખર્ચ લાગે અને સ્વાસ્થ્યને પણ ફાયદારૂપ નીવડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.