Abtak Media Google News

 નવયુગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું

ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Img 20230116 Wa0233

મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ-2023 અન્વયે નવયુગ સ્કૂલ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા, પાર્કિંગ કરવા, ડોક્યુમેન્ટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક નિયમોના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં તા.11મી થી 17મી જાન્યુઆરી દરમિયાન માર્ગ સલામતી સપ્તાહ-2023ની ઉજવણી અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 સાર્થક વિદ્યામંદિર ખાતે વાહન ચાલકોને અપાયું માર્ગદર્શન

Img 20230116 Wa0310

 

મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ 2023 અન્વયે સાર્થક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઇ જતા સ્કૂલ વાહનોના ડ્રાઇવરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર અને કોન્ટેબલ ડી.ડી.ગોહિલ હાજર રહ્યા હતા. અને ટ્રાફિક સંબંધી ઉપયોગી માહિતી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વાહન વિભાગના હેડ જાની ભાઈએ સુચારુ વ્યવસ્થા કરી હતી. શાળા દ્વારા લેવામાં આવતી મિટિંગ, આપવામાં આવતી સૂચના, દરેક ડ્રાઇવરોની વિગત, તેમજ વાહનોની વિગત, દરેક વાહનમાં વિદ્યાર્થીના લિસ્ટ પત્રકો, વિવિધ નિયમોના પત્રકો વગેરે શાળા દ્વારા  રાખવામાં આવતી નાનામાં નાની માહિતી અને વિવિધ કાર્યવાહી જોઈને ટ્રાફિક પીએસઆઇ ખૂબ પ્રભાવિત થયા હતા.અને કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.