- ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ ઉ5સ્થિત રહી સંસ્થાની કામગીરીને બિરદાવી
હાલ ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર યુઘ્ધ જેવો માહોલ છવાયો છે. ત્યારે યુઘ્ધમાં સંભવત ઘાયલ સૈનિકોને રકતની જરૂરીયાત સામે ઘટ જણાતા રાજય સરકાર દ્વારા સામાજીક સંસ્થાઓને રકતદાન કેમ્પ યોજવા આહવાન કર્યુ હતું. તે અંતર્ગત રાષ્ટ્ર પ્રેમી મુસ્લીમ સમાજે સામાજીક સંસ્થાઓ દ્વારા રકતદાન કેમ્પ યોજાય તેમાં ર11 યુનિટ રકત એકત્ર થયું હતું. ધારાસભ્ય ડો. પાડલીયા હાજર રહી આ કામગીરીને બિરદાવી હતી.
તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુઘ્ધ ભણકારા વાગ્યા બાદ ઘાયલ સૈનિકો બ્લડ કારણ શહિદ ન વહોરવી પડે અને મુસ્લીમ સમાજના પીરે તરીકત અલા મુઝમીલબાપુના 71માં જન્મ દિવસ નિમિતે શહેરમાં રાષ્ટ્રપ્રેમી મુસ્લીમ સમાજની વિવિધ સામાજીક પ્રવૃતિ કરતી કે.જી. અને ગ્રુપ અને કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા લોહાણા મહાજન સમાજે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકત કેમ્પમાં ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલીયા જાતે હાજર રહી રાષ્ટ્રપ્રેમી મુસ્લીમ સમાજના સામાજીક સંસ્થાઓની કામગીરી બિરદાવી અને આયોજકોને અભિનંદન આપ્યા હતા. સવારે 10 વાગ્યાથી સાંજન પ વાગ્યા સુધી રકતદાન કેમ્પ યોજાતા ર11 યુનિટ રકત એકત્ર થયું હતું. પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રાએ મુસ્લીમ સમાજના યુવાનો રાષ્ટ્ર પ્રેમમાં જોડાઇ આવી સામાજીક પ્રવૃતિ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. આ કેમ્પમાં પીરે તરીકટત અબ્બા મુઝમુમીલ બાપુ સૈયદ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, સ્કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા પૂર્વ પાલિકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલભાઇ જાડેજા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ કોળી સમાજના પ્રમુખ જગદીશભાઇ વિરમગામા આહિર સમાજના ઉપપ્રમુખ ભિમભાઇ મ્યાત્રા ચેમ્બરના પ્રમુખ રમેશભાઇ પાનેરા, ખજાનચી હારુનભાઇ માલવીયા, અનાજ કિરાણા એશો.ના પ્રમુખ જયેશભાઇ વસંત, કટલેરી બજાર એસોના પ્રમુખ નાથાભાઇ ચંદ્રવાડીયા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ રાણપરીયા, સમસ્ત મેમણ જમાતના સેક્રેટરી આરીફભાઇ નાથાણી, મેમણ સમાચારના તંત્રી યુસુફભાઇ સોરઠીયા, વિજય પેટ્રોલીયમ વાળા અરસરભાઇ ફુલારા, મેમણ જમાતાના પૂર્વ પ્રમુખ હમીફભાઇ કોડી, અજીબભાઇ કટલેરીવાળા મુસ્લીમ એકતા સમિતિના પ્રમુખ અરઝલબાપુભાઇ કાદરી પૂર્વ નગર સેવક રજાકભાઇ હિગોરા, ખાટકી જમાતના પ્રમુખ સિતાર હાસમ નગર સેવક રેશ્માબેન હિગોરા, રિઝવાનાબેન ખાંટ, ઇમરાનબાપુ પિરજાદા, ગુલામબાપુ બુખારી, અનિશભાઇ ચણા, લાલભાઇ હડફા, જાવિદભાઇ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પનું સફળ બનાવવા કે.જી. એન. ગ્રુપના બોદુભાઇ હેરંજા, એજાજ ખોખર, સલીમ રાઠોડ, નિમીત ભોલ ગામડાવાળા સાકીર મેમણ, ઇમરાન હેરંજા, અસ્લમ હેરંજા કિટી સ્ટાર ગ્રુપના રીયાજ હિગોારા, રિજવાન હિગોરા, વસીમબાપુ પીરજાદા, સહિત ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.