સોશિયલ મીડિયા અને સાઇબર ક્રાઇમ પર ‘લગામ’ રાખવા સરકાર સજ્જ

cyber crime | government
cyber crime | government

રાજ્યમાં સોશિયલ મીડિયા મોનીટરીંગ લેબ, સાઇબર ક્રાઇમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર અને રિપોર્ટીંગ એન્ડ હેલ્પલાઇન સહિતની વ્યવસ્થા ઉભી કરવાની સરકારની જાહેરાત

કમ્પ્યુટર અને સ્માર્ટફોનના યુગમાં રાજ્ય, દેશ કે વિદેશમાંથી મોબાઈલ, લેપટોપ, આઈપેડ-ટેબ્લેટ્સ, પીસીના ઉપયોગથી સાયબર-ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે રાજ્ય સરકારે હવે, તાકીદના ધોરણે સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ સેન્ટર એન્ડ હેલ્પલાઈન ઉભું કરવાનો નિર્ણય કર્યો છે. એવી જ રીતે સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા પણ કોઈ ગુનાખોરી ન થાય તે માટે સોશિયલ મીડિયા મોનિટરીંગ લેબ કરવાનું પણ નક્કી કરાયું છે. આ ઉપરાંત સરકારે સાયબર ક્રાઈમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઉભું કરવાની દિશામાં પણ કાર્યવાહી હાધ ધરી છે. જેના અંતર્ગત સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન માટે જુદીજુદી લેબ-સેલ ઉભા કરાશે.

વિધાનસભા ગૃહમાં ગૃહ, જેલ વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુજબની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશ-દુનિયામાં સાયબર એટેક વધી ગયા છે. બેંકીંગ ક્ષેત્રે પણ ઓનલાઈન ટ્રાન્જેકશનમાં છેતરપીંડી, ક્રેડીટ કાર્ડ, મોબાઈલ ફોન ઉપર અશ્લીલ એમએમએસ-એસએમએસ, ઈ-મેઈલ એકાઉન્ટ હેકીંગ જેવા પ્રકારના ગુનાઓ વધી રહ્યાં છે.તેવી સ્થિતિમાં ગુનાઓ સાબિત કરી શકાય તે માટે પુરાવાનો નાશ ન થાય તે રીતે તપાસ થવી જરુરી છે. પરિણામે સાયબર સુરક્ષા અંતર્ગત સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ સેન્ટર અને હેલ્પલાઈન ઊભી કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ૫૦ બેઠકોની વ્યવસ્થાવાળું કોલ સેન્ટર ઊભું કરાશે. જેમાં લોકો ટોલ ફ્રી નંબર પરથી ફોનથી અથવા એસએમએસ-ઈમેઈલ, ફેક્સ કે રુબરુ સંપર્ક કરીને સાયબર ક્રાઈમ સંબંધિત દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવી શકશે.

શાહીબાગ સ્થિત ક્રાઇમ બ્રાન્ચના તાબા હેઠળના સાયબર સેલને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવા હિલચાલ શરૂ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્ય સરકારને હાલમાં જ પ્રપોઝલ મોકલીને મહિલા ક્રાઇમ બ્રાન્ચની જેમ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન બનાવવા અનુરોધ કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે, આ મંજૂરી મળતા જ રાજ્યનું પહેલું સાયબર પોલીસ સ્ટેશન અમદાવાદમાં શરૂ થશે. જો કે, તે પોલીસ સ્ટેશન બન્યા બાદ પણ સત્તાવાર રીતે ડીસીપી ક્રાઇમના તાબા હેઠળ જ રહેશે. જો કે, પોલીસ સ્ટેશન બનવાથી લોકોને ફરિયાદ નોંધાવા ગાયકવાડ હવેલી નહીં આવવું પડે અને બીજું કે સાયબર પોલીસ સ્ટેશનને મંજૂરી મળતા જ તેનું મહેકમ (સ્ટાફ) વધારી દેવાશે. જેમાં એક સર્વેલન્સ સ્કવોડ પણ કાર્યરત થશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

રાજકોટમાં ગુનાખોરી વધવા માટે સરકાર જ જવાબદાર: રાજ્યગુરૂ

રાજકોટ શહેર જિલ્લા બાબતમાં ઇન્દ્રનીલ રાજગુરૂ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ર્ન અનુસંધાનમાં સરકારના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલ જવાબમાં વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ચોરી, લૂંટ, ધાડ, અપહરણ, બળાત્કાર, ખૂન, આપઘાત જેવા ગંભીર પ્રકારની ગુનાખોરીમાં સરકારી આંકડા મુજબ રપ% થી ૮૦%નો વધારો નોંધાયો હતો. તે ગ્રહના ફ્લોર પર ચર્ચા કરતા ઇન્દ્રનીલભાઇએ આગળ જણાવેલ કે પોલીસ કમિશનર સારા હોય તો પણ રાજકીય દખલગીરીને લઇ નીચેનો સ્ટાફ ફક્ત રાજકીય વ્યક્તિઓના હાથે દોરી સંચાર થતો હોય, આ ગુનાખોરી વધી છે તેમજ સરકાર પોતાના વખાણ કર્યા કરે છે પરંતુ વિજયભાઇ કે જેઓ રાજકોટના વતની તેમજ પ્રતિનિધિ છે અને મુખ્યમંત્રી બન્યા છેે અને ત્યારબાદ ગુનાખોરી વધી છે જેનો જવાબ રાજ્ય સરકાર પાસે ન હોય ગૃહમંત્રી બન્યા છે અને ત્યારબાદ ગુનાખોરી વધી છે જેનો જવાબ રાજ્ય સરકાર પાસે ન હોય તેમ ગૃહમંત્રી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વઘ્યુ વસ્તી વધી માટે ગુનાખોરી વધી હોવાની વાત કરતા ઇન્દ્રનીલ રાજગુ‚એ જણાવ્યું હતું કે રપ% થી ૮૦% વસ્તીનો કે ઇન્ડસ્ટ્રીઝનો વધારો એક વર્ષમાં થયો નથી. ખોટી વાત ન કરો. તેમજ કહ્યું હતું કે રાજકીય હસ્તક્ષેપ ઘટાડો તેમજ અપેક્ષા શું રાખવી જે વિજયભાઇ હવે મુખ્યમંત્રી બન્યા છે તેઓ ધારાસભ્યની પેટાચૂંટણી લડતા હતા ત્યારે તેમના કાર્યાલયમાંથી વોન્ટેડ લોકો પકડાણા હતા. રાજકોટની કાયદો વ્યવસ્થાથી પોલીસના  હપ્તાથી મોટી રકમ આપનાર સાચો અને ન આપી શકનાર ખોટો ભાજપના રાજકીય લોકો તેમજ પોલીસની મિલીભગતને લઇ રાજકોટના લોકો ત્રસ્ત છે.