Abtak Media Google News

સોશિયલ મીડીયાના વાઇરલ વાયરસ સામે હવે સજાગતા આવી છે. સરકારની સાથેસાથે ન્યાયતંત્ર પણ સોશિયલ મીડીયા પ્લેટફોર્મના ભય સ્થાનો અંગે સજાગ બનીને સોશિયલ મીડીયાના ગેરઉપયોગ સામે યોગ્ય વ્યવસ્થાના હિમાયતી બન્યાં છે.

સોશિયલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ બાળકોની રમત નથી તેની ગંભીરતા અને પ્લેટફોર્મના સંચાલકોની જવાબદારી ફિક્સ થવી જોઇએ. સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પ્રવૃતિઓ કોઇપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. અત્યારે પ્રસાર માધ્યમનો ટેકનોલોજીના માધ્યમથી ખૂબ જ વિકાસ થઇ રહ્યો છે.

આંગળીના ટેરવે સમગ્ર વિશ્ર્વને હાથવગુ બનાવનાર ડીઝીટલ મીડીયા પર આચાર સંહિતા અને નિયંત્રણ હોવું જોઇએ. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયાથી લઇને જાપાન જેવા ટેકનોલોજી કિંગ અને બિઝનેસ ટાઇકૂન ચીન પણ વાઇરલ વાઇરસ સામે સૌથી વધુ સજાગ છે. અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ ગત પ્રમુખ પદની ચુંટણીમાં વાઇરલ વાઇરસનો કડવો અનુભવ થઇ ચુક્યો છે. વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં ડીઝીટલ પ્લેટફોર્મ સરકાર અને કાયદાના સંપૂર્ણ નિયંત્રણમાં હોય તે જરૂરી છે.

દિલ્હી હાઇકોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સોશિયલ મીડીયાનો ઉપયોગ બાળકની રમતની જેમ ન થવો જોઇએ. વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા ક્ધટેન્ટથી લઇને મેસેજ ફોરવર્ડ કરવા સુધીની સામાન્ય ગણાતી બાબતો પણ કાયદાથી નિયંત્રિત હોવી જોઇએ. ડિઝીટલ પ્લેટફોર્મની સવલતનો ઉપયોગ આવકાર્ય છે પરંતુ દૂર ઉપયોગ કોઇ સંજોગોમાં ન ચલાવી લેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.