સોશિયલ મીડિયાને લોકોની પ્રતિષ્ઠા સાથે ખિલવાડ કરવાનું સાધન ન બનવા દેવું જોઇએ

વિશ્વમાં હવે ડીઝીટલ ટેકનોલોજી અને સોશિયલ મીડીયાના વધતાં જતા પ્રભાવ વચ્ચે સોશિયલ મીડીયાના ઉપયોગથી દૂરઉપયોગની સમસ્યા વધુ વિકરાળ બની ગઇ છે. લોકોની પ્રતિષ્ઠા સાથે ખિલવાડ કરવો એ સોશિયલ મીડીયામાં બાળકોની રમત જેવું સામાન્ય, વ્યાપક અને તદ્ન બે જવાબદાર બની ગયું છે. માત્ર બે ઘડીની મજાકમાં કોઇ સામે વ્યક્તિગત છબી બગાડતી ટિપ્પણીની એક માત્ર પોસ્ટ વ્યક્તિની જીવનભરની છબી ખરડાવી નાખવામાં પૂરતી હોય ત્યારે કોઇની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડતા ક્ધટેન્ટની પોસ્ટ બનાવવી અને કોઇએ મોકલેલી પોસ્ટને જોયા સમજ્યા વગર શેર કરી દેવાની ભૂલ પણ અન્યને ભારે પડી શકે છે.

અત્યારે દરેક વ્યક્તિ પાસે સોશિયલ મીડીયા માહિતીની આપ-લે માટે હાથવંગો હથિયાર બની ગયું છે. પરંતુ આ હથિયારના ઉપયોગ અને દૂર ઉપયોગની સુજ્જ દરેક વપરાશકાર પાસે નથીં. ઓટીટી પ્લેટફોર્મ હવે વિશ્વ વ્યાપી નેટવર્કના રૂપમાં ચાલી રહ્યું છે ત્યારે એક પોસ્ટ ઘડીના છઠ્ઠા ભાગમાં લાખો ગેઝેટમાં ફરી વળે છે. નાની એવી અયોગ્ય ટીપ્પણી કોઇપણ વ્યક્તિની આભા પલ વારમાં બગાડી નાખે છે.

શસ્ત્રનો સદ્ઉપયોગ સુરક્ષા, શાંતિ અને કલ્યાણનું નિમિત બને છે. પણ જો તેનો દૂર ઉપયોગ થાય તો તેનો વિનાશ ખૂબ મોટી કિંમત વસૂલનારું બની રહે છે. જો કે સોશિયલ મીડીયાનું વાઇરલ વાયરસ ન બને તે માટે સરકાર દ્વારા સોશિયલ મીડીયા પ્લેટફોર્મના સંચાલકો અને ઓટીટી કંપનીઓ માટે એક આદર્શ આચાર સંહિતા અને કડક નિયમોના અમલ માટેના એક કાયદાકીય કવચ બનાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડીયાના દૂર ઉપયોગ સામે આકરી દંડનાત્મક જોગવાઇ અનિવાર્ય છે.

કોઇની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડતું ક્ધટેન્ટ બનાવવું ગુન્હો છે પરંતુ તેને શેર કરવું તેનાથી પણ વધારે મોટો ગુન્હો છે. આવા તત્વોને બે જવાબદારીની સજા મળવી જ જોઇએ. સોશિયલ મીડીયા પ્લેટફોર્મ બાળકની રમતની જેમ બેફામ દૂર ઉપયોગ માટે નથી. તે દરેક વપરાશકારોને ખબર હોવી જોઇએ. આધુનિક યુગની આ હાઇટેક સવલતનો સકારાત્મક ઉ5યોગ કરો તો લાભનો પાર નથી. પણ તેનો દૂર ઉપયોગ થાય તો તે વ્યક્તિ, સમાજ, સમુદાય અને સમગ્ર રાષ્ટ્ર માટે આફતરૂપ બની શકે.

વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કોઇપણ કૃત્યનો સોશિયલ મીડીયા હાથો ન બનવું જોઇએ. સંવેદનશીલ સમાજમાં એક ટીપ્પણી અને મજાકરૂપ ક્ધટેન્ટવાળા એક સંદેશાથી જેને નિશાન બનાવાયું હોય તે વ્યક્તિને જીવનભર ન ચૂકવી શકાય તેવી નુકશાનીના ભારણમાં દબાઇ જવું જોઇએ. વાઇરલ વાયરસના બે જવાબદાર ઉપયોગને જવા દેવાની ભાવનાનો ગેરલાભ લઇને ઘણા એવાં તત્વો છે કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અયોગ્ય ટીપ્પણીઓથી નિશાન બનાવવાની તકની રાહમાં હોય છે. આ તત્વો સોશિયલ મીડીયાના વાયરલ વાયરસનો દૂર ઉપયોગ કરીને કોઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તે કોઇ કાળે ન ચાલે. આ માટે સોશિયલ મીડીયા પર એક ચોક્કસ નિયંત્રણ હોવું જોઇએ.