Abtak Media Google News

દરેક રૂઢી અને કાયદાથી પર બંધારણીય અધિકાર

હિન્દુ મેરેજ એકટની કલમ૯માં કરાયેલી જોગવાઇથી મહિલાઓના સમાનતાના ગોપનીયતા અને ગૌરવના મુળભુત અધિકારોનું ભંગ થતું હોવાની સુપ્રીમમાં જાહેર હિતની અરજી

વુમન એમ્પાવરમેન્ટ

ભારતીય સંસ્કૃતિમાં એક સમયે પરંપરાગત રૂઢી હતી કે ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ પરંતુ બદલાતા સમયના કારણે આ રૂઢિઓમાં ફેરફાર થતો રહે છે.હાલના ટેકનોલોજીના દાયકામાં સમગ્ર દુનિયા નાની બની ગઇ છે ત્યારે પશ્ચિમના દેશોમાં મહીલાઓને અપાતા સમાનતા હકકોમાં પ્રેરણા લઇને ભારતની મહીલાઓની વિચાર ધારામાં પર પરિવર્તન આવ્યું છે.મહિલાઓ પોતાના હકકો પ્રત્યે જાગૃત બની હોય હાલ ભારતમાં ઉપરોકત કહેવતમાં ફેરફાર આવી ગયો હોય તેમ ‘દીકરીને ગાય ફાવે ત્યાં જાય’ તેવું કહેવવા લાગ્યું છે.

પરંતુ, હિન્દુ ધર્મના લગ્નના રીતિરિવાજો  મુજબ લગ્ન બાદ મહિલાઓ જ પતિના ઘરે જવું પડે છે. સ્ત્રી સશકિતકરણની વાતો વચ્ચે સબરીમાલા મંદીરમાં સુપ્રીમ કોર્ટના હુકમ છતાં  રજેશ્ર્લાયા સ્ત્રીઓને પ્રવેશ આપવા સામે હિંસક વિરોધ થાય છે. રાજકીય પક્ષો પણ સ્ત્રીઓને સમાન હકક આપવાની વાતો કરે છે પરંતુ વિધાનસભા અને સાંસદમાં ગણીગાંઠી મહિલાઓ ચૂંગાયને આવે છે. પંચાયત કક્ષા સુધી પ૦ ટકા મહિલા અનામત કરવા છતાં મહિલાઓના બેઠકો  બદલે મોટા ભાગે તેમના પતિઓ શાસન ચલાવતા નજરે પડે છે. ભુણહત્યાનું પ્રમાણ ઘટયું છે. પરંતુ હજુ છાનાખુણે દીકરા જ છે કે દીકરી જેની ચકાસણી માટે સોનોગ્રાફી કરાવાય છે. છુટાછેડાના કેસોમાં મહિલાઓને બાળકોને કસ્ટડી આપવામાં પણ અનેક વિરોધ થાય છે જેથી, પુરુષ પ્રધાન ગણાતા આપણા સમાજમાં મહિલાઓ હવે પોતાના હકકો માટે બાંડ પોકારવા લાગી છે.

હાલમાં બદલાતી જતી વિચારધારાના છ દાયકા પહેલા ભારતીય બંધારણમાં સમાનતાનો ખાનગીતાનો સહિતના તમામ હકકો મહિલાઓને આપવામાં આવ્યા હતા. પરંતુ અમુક રૂઢિઓ અને કાયદાઓના કારણે મહિલાઓ આજે પણ મનોમન ધુંધવાઇ રહી છે. અને કયારેક આ ધુંધવાટ બળવાના સ્વરુપમાં બહાર આવે છે. આવા જ એક મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

કાયદા વિઘાશાખાના વિઘાર્થીઓ એવા બે અરજદારો ઓજસવા પાઠક અને મયંક ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ટ વકીલ સંજય હેગડે મારફતે જાહેર હિતની અરજી કરીને હિન્દુ મેરેજ એકટની જોગવાઇઓને પડકારવામાં આવી છે. આ અરજીમાં અરજદારોએ હિન્દુ મેરેજ એકટમાં વંશીય દંપતિને લગ્ન કરવા અને વૈવાહિક સંબંધો ફરીથી શરુ કરવા દબાણ લાવવાની સત્તા કોર્ટને આપવામાં આવી છે.

હિન્દુ મેરેજ એકટની કલમ ૯ હેઠળ ન્યાયતંત્ર દ્વારા આ પ્રકારના દબાણની મહિલાઓના અધિકારોનું ગંભીર ઉલ્લધન થતું હોવાનું અને જે મહિલાઓ પોતાના પતિ સાથે રહેવા માંગતી તેમને લગ્ન જીવન ભોગવવા માટે દબાણ કરવું એ મહિલાઓને બંધારણમાં અપાયેલા વિવિધ મુળભૂત અધિકારોના ભંગ સમાન ગણાવીને તેના પર આ અરજીને આવી છે. આ કેસમાં આધાર તરીકે મહિલાના ગોપનીયતાના કાયદા જેવા મૂળભૂત અધિકારનો ભંગ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આઇપીસીની કલમ ૩૭૭ હેઠળ સૃષ્ટિ વિરુઘ્ધના કૃત્યને દમનકારી અને વ્યાભિચાર તરીકે ઠેરવવામાં આવે છે.

પરંતુ, આ કાયદો જાતીય પસંદગીઓમાં સ્વાયતાનો ભંગ કરીને ન્યાયતંત્ર છુટાછેડા સહિતનો હુકમ કરે છે. જેના સ્વાયતાના બંધારણીય હકકના ભંગ સમાન છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેન્ચ સમક્ષ વકીલ હેગડેએ દલીલો કરી હતી કે છેલ્લા થોડા વર્ષોમાં પરંપરાગત કૌટુંબિક મુલ્યોમાં ફેરફાર થયો છે અને હવે સામાજીક નૈતિકતા અને પારિવારિક જીવન જેવી ચિંતામાં પહેલા વ્યકિતની બૈગિક સ્વાયતા ગૌરવ અને સુખનો ખાનગી હિતો મુકવામાં આવે છે. અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા કાયદાકીય મુદ્દાને ઘ્યાનમાં રાખીને બેન્ચે આ કેસનો ત્રણ જજોની લાર્જ બેન્ચ સમક્ષ મુકવાનો નિર્ણય કર્યો છે.

અરજદારોએ અરજીમાં દાવો કર્યો છે કે હિન્દુ મેરેજ એકટની કલમ ૯ લીંગ તટસ્થ છે પરંતુ વ્યવહારમાં પુરુષો દ્વારા તેમના પત્નિઓને લગ્ન જીવનમાં તેમની વૈવાહિક સંબંધો ફરી શરુ કરવા માટે દબાણ કરવા માટે ઉપયોગમાંથી લેવામાં આવે છે. કલમ ૯ હેઠળ ન્યાયતંત્ર દ્વારા આવો બળજબરીથી સ્ત્રીઓના અધિકારોનું ગંભીર ઉલ્લધન થાય છે જે તેમના પતિ સાથે રહેવા માંગતી નથી.

દરેક વ્યકિતને એકલા છોડી દેવાનો અધિકારી પરિવારના માળખામાં પણ બંધારણની ખાતરી આપે છે. કોઇપણ જોગવાઇ જે વ્યકિતને જાતીય સંબંધો અથવા તેના વગર ઘરની  સગવડ કરવા દબાણ કરે છે તે ગોપનીયતા, વ્યકિતગત સમાનતા અને ગૌરવના અધિકારનું ઉલ્લંધન કરે છે. જે બંધારણમાં ભારતના દરેક નાગરીકો મુળભુત અધિકારો તરીકે આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.