ગરીબોના પેટના બદલે ફેક્ટરીઓમાં સપ્લાય થતા સરકારી અનાજ મામલે એસ.ઓ.જી પોલીસ શંકાના દાયરામાં !

સરકારી અનાજનો જથ્થો ગરીબોના પેટના સ્થાને  કંપનીઓમાં  જતા તંત્રના આંખ આડા કાન ??

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા અંદાજિત 500 થી વધુ સરકારી સસ્તા ભાવની અનાજની દુકાનોમાં ઘઉં ચોખા સહિતની વસ્તુઓ વિતરણ કરવામાં આવતી હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અનાજ મેળવી અને એક મહિના સુધી પોતાનું ભરણ પોષણ કરી શકે તે હેતુથી સરકાર દ્વારા જે આપવામાં આવતું અનાજ હોય તે મેળવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર જિલ્લા માં સસ્તા અનાજ સરકાર દ્વારા જે આપવામાં આવી રહ્યું છે તે ગરીબોના પેટના સ્થાને ફેક્ટરીઓમાં જતું હોવાની ફરિયાદ ઉઠી છે.

આ મામલે પુરવઠા વિભાગ દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં આવેલા ફેક્ટરીઓના ગોડાઉન ઉપર દરોડા પાડી અને સરકારી અનાજ જપ્ત કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનું સરકારી અનાજ સરકાર દ્વારા ફરી એક વખત જપ્ત કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં કોની મિલીભગત હેઠળ આ સરકારી અનાજ ગોડાઉનમાં પહોંચી રહ્યો છે તે કેટલાક સમયથી સવાલ ઉદભવી રહ્યો હતો તેવા સંજોગોમાં પુરવઠા વિભાગ આ મામલે સતત છેલ્લા અનેક સમયથી ચર્ચામાં રહ્યું છે કારણ કે શહેરી વિસ્તારમાં જ સરકારી અનાજના 10થી વધુ ગોડાઉન ભરેલા હોય છે અને ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો રાખવામાં આવી રહ્યો છે અને કંપની દ્વારા ઉપયોગમાં આ સરકારી અનાજનો જથ્થો લેવામાં આવતા હોવાની ચર્ચા જાગી છે ત્યારે આ મામલે ફક્ત ખાતું દેખાવ પૂરતી કામગીરી કરતા હોવાની રાવ ફરિયાદ પણ ઉઠી છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર પોલીસ પણ આ મામલે ચર્ચામાં આવી છે તેવા સંજોગોમાં તાજેતરમાં જ શહેરી વિસ્તારમાંથી એક સ્થળેથી પોલીસ દ્વારા સરકારી અનાજ ભરેલી રીક્ષા ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ રીક્ષા સાથે એ ઇસમની અટકાયત કરવામાં આવી હતી અને સરકારી જે અનાજનો જથ્થો હતો તે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની પર પૂછપરછ કરવામાં આવતા મોટો ધડાકો થયા હોવાની શંકા હાલમાં વર્તાઈ રહી છે તેવા સંજોગોમાં ઝડપાયેલા ઈસમ દ્વારા તાત્કાલિક પણે એસ.ઓ.જી પોલીસ મથકના વહીવટદારને ફોન કરવામાં આવ્યો હોય અને આ બાબતની વિગત આપી અને આ અનાજનો પુરવઠો જવા દેવા અંગે ભલામણ કરવામાં આવી હોવાનું શહેરી વિસ્તારમાં ચર્ચા રહ્યું છે.