Abtak Media Google News

હિરોહોન્ડા, એકસેસ અને એકિટવાની ચોરી કર્યાની કબુલાત

શહેરના નાના મવા રોડ પરથી ક્રાઈમ બ્રાંચના સ્ટાફે રીઢા વાહન ઉઠાવગીરને ઝડપી પૂછપરછ કરતા તેને અલગ અલગ વિસ્તારમાંથી હિરો હોન્ડા, એકસેસ અને એકટિવા ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રૂ. ૭૦ હજારની કિંમતના બે વાહન કબ્જે કર્યા છે. જયારે એકસેસ બાબરા પોલીસે દા‚ની હેરાફેરીના ગુનામાં કબ્જે કર્યું છે. કાલાવાડ રોડ પર ડ્રીમ સીટીમાં રહેતા નિરવ સુરેશ ઝારસાણીયા નામના પટેલ શખ્સની ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ મહાવીરસિંહ જાડેજા, ફિરોઝભાઈ,યોગેન્દ્રસિંહ અને સોકતભાઈ ખોરમ સહિતના સ્ટાફે નાના મવા રોડ પરથી ધરપકડ કરી પૂછપરછ કરતા તેને જુદા જુદા વિસ્તારમાંથી હિરો હોન્ડા, એકસેસ અને એકટીવાની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી રૂ. ૭૦ હજારની કિમંતનું એકટીવા અને હીરો હોન્ડા કબ્જે કર્યા છે. જયારે એકસેસ બાબરા પોલીસે પૃથ્વીરાજ પટગીર નામના બુટલેગરની દા‚ સાથે ધરપકડ કરી ત્યારે એકસેસ કબ્જે કર્યાનું બરાર આવ્યું છે. નિરવ ઝારસાણીયા અગાઉ વાહન ચોરીના ગુનામાં માલવીયાનગર પોલીસે ધરપકડ કર્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.