સાડી એ આપણી ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે અને લગ્ન બાદ ઘણા બધા ઓકેશન પર સાડી પહેરવી પડે છે, તેથી સાડી એક પરફેક્ટ આઇડિયા છે ગીફ્ટ કરવા માટે.

લગ્ન બાદ ઘરનાં નાના-નાના ફંક્શન માટે મોટી બેગ લઇ જવા કરતા ક્લચ એક શ્રેષ્ઠ ઓપ્શન છે. તમે દુલ્હનને ક્લચ પણ ગીફ્ટ કરી શકો છો. આજકાલ માર્કેટમાં બ્રાઇડ ક્લચનાં ઢગલા બંધ ઓપ્શન મળી રહે છે.

સૌથી શ્રેષ્ઠ અને સિમ્પલ આઈડિયા છે ગીફ્ટ વાઉચર. કારણ કે, આ એવું ગીફ્ટ છે જેની મદદથી દુલ્હન જે પણ ઈચ્છે તે ગીફ્ટ લઇ શકે છે. આ એક યૂનિક આઈડિયા બની શકે છે તેના માટે. તો તમે પણ આમથી કોઈ પણ એક ગીફ્ટ આઈડીયાઝ લઇ શકો છો.

વર્તમાન સમયમાં દરેક યુવતી મેક-અપની દીવાની હોય છે. તેમજ મોટેભાગે બધી જ યુવતી મેક-અપનો ઉપયોગ કરે છે, તેથી મેક-અપ કીટ એક બેસ્ટ આઈડિયા છે ગીફ્ટ કરવા માટે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.