Abtak Media Google News

આ જો ને તમારા ભાઇને આંઇથી આટલે જાવું હોય ને તો પણ ગાડી વગર ના ફાવે….જી હા. ગાડી એટલે કે ફોર વ્હીલર કાર એ સમાજમાં એક સ્ટેટ્સ બની ચુકી છે. અને જીવનનું મુસાફરીનું એક અવિભાજ્ય અંગ બની ચુકી છે. ત્યારે આજે જાણીશું આ ગાડીઓ અંગેના કેટલાંક રોમાંચીત કરતાં રહસ્યો…જે તમે ક્યારેય નહિં જાણ્યા હોય.

– દુનિયામાં ગાડીઓની સંખ્યા આશરે ૧૦૦ કરોડની હશે.

– અમેરિકાનો દરેક વ્યક્તિ વર્ષના આશરે ૩૮ કલાક ટ્રાફિકમાં વિતાવે છે.

– દુનિયાની પ્રથમ  કાર ડી ડાયોન બૂટોન ૧૮૮૪માં ફ્રાંસમાં બનાવવામાં આવી હતી. જેને આજે પણ જતનથી રાખવામાં આવી છે. જ્યારે એ કારની નીલામી ૨૦૧૧માં કરવામાં આવી હતી ત્યારે તે સમયે એ કારની કિંમત ૬ મીલીયન ડોલર નક્કી કરાઇ હતી.

– વર્ષ ૧૯૦૨માં પહેલી વાર સ્પીડ કાર ચલાવાના કારણે કોઇ વ્યક્તિનું ચલણ કાપવામાં આવ્યું હતું. જેથી સ્પીડ 45 KMપ્રતિ કલાકની હતી.

– વર્ષ ૨૦૧૬માં ૭ કરોડ ૨૦ લાખ નવી કાર બનાવાઇ હતી. જેના અનુસંધાને કહી શકાય કે દિવસના લગભગ ૧ લાખ ૭૦ હજાર નવી ગાડીઓ બને છે.

– એક સામાન્ય ગાડીમાં ૩૦ હજાર જેટલાં સ્પેરપાર્ટસનો ઉપયોગ કરવામાં આવે છે.

– પહેલું કાર એક્સીડેન્ટ ૧૮૯૧માં અમેરિકામનાં ઓહિયો રાજ્યમાં થયું હતું.

– રશિયામાં ગંધારી ગાડી ચલાવવી એ દંડને પાત્ર છે.

– દુનિયાભરમાં થતા ગાડીનાં અકસ્માતોમાંથી ૪૦% ડ્રાઇવર બ્રેકનો ઉપયોગ જ કરતા નથી.

– દુનિયાની સૌથી સ્પીડી ગાડી એટલે બુગાટી વેરોન જે   431 KM પ્રતિ કલાકની સ્પીડે દોડે છે.

– વર્ષ ૧૯૦૭માં દુનિયાનો પહેલો રેસિંગ ટ્રેક લંડનના બ્રુકલેંડ શહેરમાં બનાવવામાં આવ્યો હતો.

– ફોર્ડ એસ્કોર્ટ કારની એક ખાસિયત છે. જેમાં વર્ષ ૧૯૮૫માં માત્ર ૪૨ સેકંડમાં જ ગાડીનું એન્જીન કાઢી તેની જગ્યાએ બીજુ એન્જીન ફિટ કરવામાં આવ્યું હતું.

– જ્યારે પહેલીવાર ગાડીમાં રેડીયોની શોધ થઇ ત્યારે ઘણા લોકોએ તેનો વિરોધ દર્શાવી કહ્યુ હતુ કે તેનાથી ડ્રાઇવરનું ધ્યાન વિચલિત થઇ શકે છે.

– અને છેલ્લે ગાડીમાં સૌથી વિખ્યાત ટેક્નોલોજી ક્રૂઝ કંટ્રોલનો શોધક ઇન્જીનીયર હકિકતમાં આંધળો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.