Abtak Media Google News

ચલો દીલદાર ચલો… ચાંદ કે પાર ચલો… આજના 21મી સદીના આધુનિક યુગમાં અવનવી ટેકનોલોજી વિકસતા નવા સંશોધનોના દ્વાર ખૂલ્યા છે. પરંતુ આ સંશોધનો જ હોડ ઉભી કરતા હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. જમીની હક જમાવી તો પૃથ્વી પર દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો આધિપત્ય જમાવી રહ્યા છે. પરંતુ હવે આ રેસ પૃથ્વી સુધી સિમિત ન રહેતા અંતરિક્ષ સુધી પહોચી છે. જેમ હાલ ધરતીપરનાં ‘ટુકડા’ઓ માટે ઠેકઠેકાણે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. એના કરતા પણ વધુ સંઘર્ષ આવતા દિવસોમાં અવકાશમાં જોવા મળશે. કુછ ભોગ મેરે હિસ્સે કા ‘આકાશ’ભી ખા ગયે… એવું પણ ચર્ચાં તો નવાઈ નહીં. કારણ કે, પૃથ્વી અને માનવતાનું ભવિષ્ય ‘અંતરીક્ષ’ને જ ગણવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો ભુગોળશાસ્ત્રીઓ ચંદ્ર, મંગળ પર માનવજીવનને શકય બનાવતી શોધ માટે મથામણ કરી રહ્યા છે.

પરંતુ અમે પહેલા પહોચી, અમે આધિપત્ય જમાવી લઈએ તેવા અભિગમ સાથે મહાસતાઓ વચ્ચે હોડ જામી છે. હાલ, અંતરીક્ષ ક્ષેત્રે અવનવી શોધમાં અમેરિકા અને સોવિયેત સંઘ અગ્રણી દેશો છે. પરંતુ આમને પાછળ રાખી પોતાનું પ્રભુત્વ જમાવવા ચીન સહિતના દેશો આગળ આવ્યા છે. એમાં પણ ખાસ તકનિકીથી માંડી વાણિજય-વેપાર સુધી અમેરિકા સાથે ચાલતા સંઘર્ષએ ડ્રેગનને ઉકસાવવામાં મદદ કરી રહ્યું છે.

જમીની ટુકડાઓ માટેનો સંઘર્ષ પૃથ્વી સુધી સિમિત ન રહી અવકાશ સુધી પહોચ્યો; તકનિકી શોધમાં અમેરિકા, સોવિયત સંઘને પછાડવા ડ્રેગન મેદાને

અંતરીક્ષ પર પ્રભુત્વ જમાવવા અમેરિકા, સોવિયેત સંઘ એટલે કે રસિયા, ઇઝરાયલ, જાપાન તેમજ ચીન વચ્ચે રેસ જામી છે. એમાં પણ છેલ્લા એક દાયકામાં આંતરિક ક્ષેત્રના સંશોધનમાં ભારતે પણ ઝડપભેર આગળ વધતા આ હરીફાઈ વધુ તીવ્ર બની છે. તાજેતરમાં ચીને મંગળ ગ્રહ પર પોતાનું રોવરનુ સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવી ઇતિહાસ રચ્યો છે. તો આ સામે ગત માસે અમેરિકાએ મંગળ પર મીની હેલિકોપ્ટર રોવર ઉડાડી રેકોર્ડ સર્જ્યો હતો. પૃથ્વી બાદ અવકાશમાં માનવજીવન શક્ય હોય તો તેના માટે સૌ પ્રથમ હરોળના વિકલ્પ તરીકે લાલ ગ્રહ તરીકે જાણીતા મંગળને ગણવામાં આવે છે અને ત્યારબાદ ચંદ્રનો પણ ક્રમાંક આવે છે.આથી આ મહત્વના બંને ગ્રહો પર સંશોધનને લઈ મહાસત્તાઓ વચ્ચે હરીફાઈ ઉભી થાય તો નવાઈ જેવું કંઈ નથી.

પોતાનું “સ્પેશ સ્ટેશન” ઉભું કરવા ડ્રેગન ઊંધે માથે

અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન ઉભૂ કરવા ચીન ઊંધે માથે થયું છે. આ માટેના પ્રથમ મુખ્ય મોડ્યૂલ સાથે ચીને ગત 29મી એપ્રિલે અવકાશમાં લોન્ગ માર્ચ 5 બી રોકેટ છોડ્યું હતું. પરંતુ તેમાં ટેકનિકલ વિસ્ફોટ થતાં તેના ભાગો ફરી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ્યા હતા. આ કારણસર પૃથ્વી પર ખતરો ઉભો થયો હતો. પરંતુ આ રોકેટના મોટાભાગના અંશો વાયુમંડળમાં જ સળગી  અને બાકીના કાટમાળ હિંદ મહાસાગરમાં ખાબકતા ખતરો ટળ્યો હતો.

ચીનના પ્રથમ રોવર જુરોગંનું મંગળ પર સફળ લેન્ડિંગ

તાજેતરમાં ચીને જુરોંગ નામનું રોવર સફળતાપૂર્વક મંગળ પર ઉતારી ઈતિહાસ રચ્યો છે. આ જુરોંગ રોવરએ એક નાનો અવકાશ રોબોટ છે જેના પર વ્હીલ્સ લગાવેલા છે. જે મંગળના ઉત્તરી ગોળાર્ધનો ભાગ એવા પ્લેનેશિયામાં પહોંચ્યું છે. જો આ રોવર લાલ ગ્રહ વિશે સંદેશા મોકલવામાં સફળ થઈ જશે તો આ સિદ્ધિ હાંસલ કરનારો ચીન અમેરિકા બાદ વિશ્વનો બીજો દેશ બની જશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.