Abtak Media Google News

અંડરવેર વિષે જાહેરમાં ચર્ચા કરવી કે કદાચ ઘુસપુસ કરવી એ કોઈ વાત કરવાનો વિષય નથી, પરંતુ અંડરવેર એ આપણી દીનચર્યાનો અને પહેરવેશનો એક અવિભાજ્ય ભાગ છે. એવી જ રીતે અંડરવેર પહેરવા સમયે કેટલીક સામાન્ય બાબતોની ખાસ ધ્યાન રાખવું જરરી છે કારણકે એ સામાન્ય ભૂલથી આગળ જતાં ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે છે. તો આવો જાણીએ એ એ બુલ કેવા પ્રકારની હોય છે, અને કેવી સાવધાની રાખવી જોઈએ.

ભીના અંડરવેર…

મોટા ભાગના લોકો આ પ્રકારની ભૂલ કરતાં હોય છે કે હજુ સરખી રીતે અંડરવેર સુકના ન હોય ત્યજ તેનો પહેરવા માટે ઉપયોગ કરે છે પરંતુ એવું કરવું એ સામાન્ય ન ગણતાં તેના ગંભીર પરિણામ વિષે પણ વિચરવું જરૂરી છે, જેમકે જ્યારે પણ ભીનો કે પરસેવા વાળા અંડરવેર પહેરી રાખવામા આવે છે ત્યારે બળતરા થાય છે તેમજ યીસ્ટ કે ફાંગલ ઇન્ફેકશન થવાની સંભાવના વધી જાય છે.

ટાઈટ અંડરવેર…

સામાન્ય રીતે મોટા ભાગની સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે કે અંડરવેર એકદમ ફીટીંગ વાળા પહેરવા જોઈએ પરંતુ એવું કરવાનું તો ડોક્ટર પણ ના પાળતા હોય છે. એવું કહેવાનું કર્ણ એવું છે કે જો તમે બોડીને ટઇટ ફીટીંગ વાળા અંડરવેર પહેરો છો તો બોડીના ડેલિકેટ પાર્ટની નસ અને મસલ્સ પર દબાણ આવે છે અને રક્ત પ્રવાહમાં પણ વિઘ્ન આવે છે. એટલે ઢીલા અંડરવેર પહેરવા હિતાવહ છે.

અંડરવેરનું મટિરિયલ…

આજકાલની યુવા પેઢી અંડરવેર પણ ફેન્સી પહેરતા થયા છે જેમાં અનેકવિધ પ્રકારના મટિરિયલ માઠી બનાવેલા હોય છે જે મટિરિયલ હવાને આરપાર જવા માટે અવરોધરૂપ થાય છે. જેમાં સાટિન, લેસ પાટા વાળા મટિરિયલનો સમાવેશ થાય છે. અને આ મટિરિયલ્સ માથી બનેલા અંડરવેર પહેરવાથી સ્કિનને હવા નથી મળતી અને તે ભાગમાં ઇન્ફેકશન થાય છે.

ડીટરજંટ પાઉડર…

કપળા ધોવા માટે વધુ સુગંધી પાઉડરનો ઉપયોગ કરવો હિતાવહ નથી તેમાં રહેલા સ્ટ્રોંગ કેમિકલ સંપૂર્ણ રીતે કપળા માથી નથી નીકળતા અને તે સ્કીનને નુકશાન પહોચાળે છે.

એકજ અંડરવેરનો ઉપયોગ કરવો…

કેટલાક આળસુ લોકોની આ સામાન્ય આદત હોય છે કે તે એકને એક અંડરવેર ધોયા વગરનો પહેરી રાખે છે. તો ઘણી વાર બદલે તો છે પરંતુ ફરી તે ધોયા વગરના અંડરવેર પહેરવાનું ચાલુ જ રાખે છે એવું કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા ઇન્ફેકશન ફેલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.