- આખરે 286 દિવસો બાદ સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી!
Sunita williams and NASA News : ભારત જ નહીં આખી દુનિયા નવ મહિના એટલે કે લગભગ 286 દિવસથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ. માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે. ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અંતરિક્ષ યાત્રીઓ સાથે આઈએસએસથી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતું. ઉલ્લેખનીય છે કે 8 દિવસ માટે મિશનની શરૂઆત કરાઈ હતી પણ તેને પૂર્ણ કરવામાં 9 મહિનાનો સમય લાગી ગયો.
View this post on Instagram
નાસાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે પરંતુ ત્યાં ગુરૂત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતાં અનેક વિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. તેમને અસ્થિરતા, ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વિલ્મોર અને વિલ્યમ્સ બોઇંગનાં સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં 5 જૂન 2024ના રોજ કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને અવકાશયાત્રી માત્ર આઠ દિવસના મિશન માટે જ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતાં. પરંતુ સ્ટારલાઈનરમાં યાંત્રિક ખામી, હિલિયમના લિકેજ તથા ગતિ ધીમી પડવા જેવી મુશ્કેલીઓના કારણે આઈએસએસ પર તેમનું રોકાણ લગભગ નવ મહિના સુધી લંબાઈ ગયું હતું.
સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષ યાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલન ચલનમાં અસ્થિરતા આવશે. તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળક (નવજાત-શિશુ)ના પગના તળીયા જેવા કોમળ થઈ જાય છે.
હ્યુસ્ટન સ્થિત બેલર કોલેજ ઓફ મેડીસીનના તબીબો જણાવે છે કે જયારે અંતરિક્ષ યાત્રી પૃથ્વી ઉપર પાછા આવે છે ત્યારે તેમને ગુરૂત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. તેને ચાલવામાં મુશ્કેલી થાય છે. તે ઉપરાંત પોતાની દ્રષ્ટિ સ્થિર રાખવામાં પણ મુશ્કેલી થાય છે. ચાલવાની તો સમસ્યા હોય જ છે. પરંતુ બેઠા પછી ઉભા થવામાં પણ મુશ્કેલી અનુભવે છે. તેથી પૃથ્વી પર આવ્યા પછી અંતરિક્ષ યાત્રીને તુર્ત જ વ્હીલ-ચેરમાં બેસાડી દેવામાં આવે છે. પરંતુ અંતરિક્ષ યાત્રીને પૃથ્વી પર પહેલા જેવું જીવન શરૂ કરવામાં કેટલાએ સપ્તાહ લાગે છે. મુશ્કેલી તો તે છે કે કાનમાં રહેલી વેસ્ટિબ્યુલર (કોંચીન)માં રહેલું પ્રવાહી પ્રાણીને (માનવીને) પોતાનું શરીર સંતુલિત કરવામાં સહાયરૂપ થાય છે.
જાપાની અંતરિક્ષ એજન્સી જે.ઓ. એક્સ આ માહિતી આપતા કહે છે કે વેસ્ટિબ્યુલર અંગોથી પ્રાપ્ત થનારી માહિતીમાં પણ બદલાવ આવે છે. તેથી મગજ ભ્રમિત થઈ જાય છે. સ્પેસ-સિકનેસ આવે છે. તો કોઇવાર ગ્રેવિટી-સિકનેસ પણ આવે છે. જેમાં લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે. ગુરૂત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે. પરંતુ સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
150થી વધારે અનુભવ, 9 વખત સ્પેસવૉક, 900 કલાકનું રિસર્ચ, કંઇક આવી હતી સુનિતા વિલિયમ્સની અંતરિક્ષ સફર
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર પરત આવી ગયા છે. અને 9 મહિના સુધી તેઓ સ્પેસમાં ફસાયેલા રહ્યા ત્યારે એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે આટલા મહિના તેમણે સ્પેસમાં શું કર્યું હશે?
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂન 2024 ના રોજ સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટમાં અંતરીક્ષમાં ગયા ગયા અને તે બંને જણાને 13 જૂનના રોજ પરત ફરવાનું હતું પંરતુ આ સ્પેસક્રાફટે તેમને 9 મહિના ISSમાં ફસાવી દીધા હતા.
19 માર્ચે પરત ફર્યા
નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ બુધવારે 19 માર્ચના રોજ સવારે 3.27 વાગ્યે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં પાછા ફર્યા હતા. તેમની સાથે નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ હતા. આ કેપ્સ્યુલમાં સવાર ચારેય અમેરિકાના ફ્લોરિડા નજીક દરિયામાં લેન્ડ થયા હતા. અને ત્યાંથી નાસા અને સ્પેસએક્સની ટીમ તેમને બહાર કાઢ્યા હતા.
ટેકનિકલ સમસ્યાને લીધે રોકાવું પડ્યું
5 જૂન અવકાશમાં ગયેલા સુનિતા અને બુચ આમતો 13 જૂનના પરત ફરવાના હતા પરંતુ તેઓ 9 મહિના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક(International Space Center)માં રોકાયા ત્યારે આ 9 મહિના દરમિયાન તેઓએ શું શું કામ કર્યું તે નાસાએ જણાવ્યું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂન 2024 ના રોજ ISS પહોંચ્યા. તેમની મુલાકાત ફક્ત 8 દિવસની હતી. પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને ત્યાં નવ મહિના રહેવું પડ્યું. જોકે આ મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સ વિવિધ કાર્યોમાં વ્યસ્ત રહી.
ISSની સફાઇ કરી
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની જાળવણી અને સફાઈમાં પોતાની ભૂમિકા ભજવી હતી. આ સ્ટેશનને સતત જાળવણીની જરૂર છે. એવું કહેવાય છે કે આ સ્ટેશનનો વિસ્તાર લગભગ ફૂટબોલ મેદાન જેટલો છે. તેમણે જૂના ઉપકરણોમાં પણ ફેરફાર કર્યા અને લગભગ 150 જેટલા એક્સપિરિમેન્ટ કર્યા.900 કલાકનું રિસર્ચ વર્ક કર્યું હતું. આ ઉપરાંત તેમણે 9 મહિનામાં 9 વાર સ્પેસવોક પણ કરી હતી.
વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ આપ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો છે, જેમાં તેમણે સુનિતા વિલ્યમ્સને ભારત આવવા આમંત્રણ આપ્યું છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા X પર શેર કરાયેલા 1 માર્ચના પત્રમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે સુુનિતા વિલિયમ્સ – જેમણે ગયા વર્ષે 5 જૂને ઓર્બિટલ લેબમાં ઉડાન ભરી હતી – તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનને મળ્યા હતા.
સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી, બૂચ વિલ્મોરને 17 કલાકની સફર માટે ISSમાંથી અનડોક કર્યાના કલાકો પછી આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન શું હતું
અમેરિકા: અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરણ કર્યું. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.
અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેમને રિકવરી જહાજ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા. ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરિક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.
ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ હાથ હલાવીને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
હાડકાં અને માંસપેશીઓ પર માઠી અસરનું જોખમ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંગે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે તેમના હાડકા અને માંસપેશીઓ હવે નબળી પડી શકે છે. આઈએસએસમાં અંતરિક્ષ યાત્રી માઈક્રોગ્રેવિટીમાં તરે છે જે તેમના શરીર પર અસર કરે છે. પૃથ્વી પર આપણા શરીરને હંમેશા ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે છે જેનાથી આપણી માંસપેશીઓ અને હાંકાડાઓની સતત કસરત થાય છે પણ અંતરિક્ષમાં કોઈ અવરોધ ન થતાં માંસપેશીઓ અને હાડકાંની ઘનતા ઘટવા લાગે છે કેમ કે શરીરમાં પોતાનું વજન વહન કરવાની તાકાત નથી હોતી. અંતરિક્ષ યાત્રી દર મહિને તેમના હાડકાંનો 1% હિસ્સો ગુમાવી શકે છે. ખાસ કરીને કમર, થાપા અને જાંઘના હાડકામાં. તેના કારણે પૃથ્વી પર વાપસી બાદ હાડકાં તૂટવાનું જોખમ વધી જાય છે. આ સાથે અંતરિક્ષ યાત્રીઓની લંબાઈ 1-2 ઈંચ વધી જાય છે કેમ કે તેમના કરોડરજ્જુ લાંબા થઈ જાય છે. જોકે આ ઊંચાઈ પૃથ્વી પર પાછા ફરતાં સમાપ્ત થઈ જાય છે.
વિલ્મોર અને વિલિયમ્સ બોઇંગનાં નવા સ્ટાર-લાઇનર કેપ્શ્યુલ દ્વારા ગત વર્ષે પાંચમી જૂને કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને આઠ દિવસમાં જ મિશન પર ગયા હતાં. પરંતુ અંતરિક્ષયાનમાં હીલિયમ લીકેજ તથા ગતિ ધીમી પડવાને લીધે લગભગ નવ મહિના સુધી અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા રહ્યા હતા.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષ યાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલન ચલનમાં અસ્થિરતા આવશે.
તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળક (નવજાત-શિશુ)ના પગના તળીયા જેવા કોમળ થઈ જાય છે.
હ્યુસ્ટન સ્થિત બેલર કોલેજ ઓફ મેડીસીનના તબીબો જણાવે છે કે જયારે અંતરિક્ષ યાત્રી પૃથ્વી ઉપર પાછા આવે છે ત્યારે તેમને ગુરૂત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. તેને ચાલવામાં મુશ્કેલી થાય છે. તે ઉપરાંત પોતાની દ્રષ્ટિ સ્થિર રાખવામાં પણ મુશ્કેલી થાય છે. ચાલવાની તો સમસ્યા હોય જ છે. પરંતુ બેઠા પછી ઉભા થવામાં પણ મુશ્કેલી અનુભવે છે. તેથી પૃથ્વી પર આવ્યા પછી અંતરિક્ષ યાત્રીને તુર્ત જ વ્હીલ-ચેરમાં બેસાડી દેવામાં આવે છે. પરંતુ અંતરિક્ષ યાત્રીને પૃથ્વી પર પહેલા જેવું જીવન શરૂ કરવામાં કેટલાએ સપ્તાહ લાગે છે. મુશ્કેલી તો તે છે કે કાનમાં રહેલી વેસ્ટિબ્યુલર (કોંચીન)માં રહેલું પ્રવાહી પ્રાણીને (માનવીને) પોતાનું શરીર સંતુલિત કરવામાં સહાયરૂપ થાય છે.
જાપાની અંતરિક્ષ એજન્સી જે.ઓ. એક્સ આ માહિતી આપતા કહે છે કે વેસ્ટિબ્યુલર અંગોથી પ્રાપ્ત થનારી માહિતીમાં પણ બદલાવ આવે છે. તેથી મગજ ભ્રમિત થઈ જાય છે. સ્પેસ-સિકનેસ આવે છે. તો કોઇવાર ગ્રેવિટી-સિકનેસ પણ આવે છે. જેમાં લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે.
ગુરૂત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે. પરંતુ સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.