- લોઠડા ગામે તળાવમાં ન્હાવા પડેલા 18 વર્ષીય અર્જુન મકવાણાનું ડૂબી જતાં મોત
- ત્રણ મિત્રો નાહવા પડ્યા’તા: બે બહાર નીકળી ગયા પણ ગંજીવાડાનો યુવક કાળનો કોળિયો બન્યો
- ફાયર બ્રિગેડની ટીમે મૃ*તદેહ બહાર કાઢ્યો: પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
શહેરની ભાગોળે આવેલ લોઠડાં ગામે ભાયાસર રોડ પર આવેલ તળાવમાં નાહવા પડેલ ત્રણ યુવકો પૈકી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ત્રણ પૈકી બે યુવકો તળાવમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જયારે ગંજીવાડામાં રહેતા 18 વર્ષીય યુવક અર્જુન લાલજી મકવાણાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લોઠડા ભાયાસર રોડ પર આવેલા તળાવમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા. આ દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ત્રણેય ગરક થવા લાગ્યા હતા જેમાંથી બે બહાર નીકળી ગયા હતા જ્યારે એક યુવાનનું મોત થયું હોવાનું માલુમ પડ્યું છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો અને યુવાનના મૃ-તદેહને તળાવમાંથી બહાર કાઢી PM માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, લોઠડા ગામ પાસે લોઠડા ભાયાસર રોડ પર આવેલા તળાવે ગરમીમાંથી રાહત મેળવવા ત્રણ મિત્રોને નાહવા માટે ગયા હતા. ત્રણેય મિત્રો અહીં તળાવમાં નાહતા હતા તે સમયે તળાવના ઊંડા પાણીમાં એક બાદ એક ત્રણેય ગરમ થવા લાગ્યા હતા. જેથી દેખારો બોલી ગયો હતો દરમિયાન બે યુવાન બહાર નીકળી ગયા હતા જ્યારે અર્જુન મકવાણા 18(રહે. નામનો યુવાન તળાવના ઊંડા પાણીમાં ગરમ થઈ ગયો હતો.
અહીં દેકારો થતાં અહીંથી પસાર થનાર લોકોએ તુરંત અહીં પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે અહીં પહોંચી તળાવમાં ગરક થયેલા અર્જુન નામના યુવાનનો મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટાફ પણ અહીં પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.