- પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા આ ભાઈએ કર્યું કઈક આવું
- અમદાવાદ કાંકરિયા ઝૂનો વીડિયો વાયરલ
- પ્રેમિકાને બહાદુરી બતાવવા વાઘના પાંજરામાં ચઢ્યો શખ્સ
- પડ્યો મેથીપાક
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની પજવણી કરતાં બે કિસ્સા સામે આવ્યા છે. વાઘ અને વાંદરાની પજવણી કરતાં યુવકો સામે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
કોઈપણ વ્યક્તિના ઘરમાં જો આજની વ્યક્તિ પરવાનગી લીધા વગર ઘૂસી જાય તો તેને ચોર કહેવાય છે. તેવી જ રીતે પ્રાણીઓના ઘરમાં ઘૂસવું એ પણ ગુનો છે. પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ માટે તે તેમનું ઘર છે અને જ્યારે તમે તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરો છો તો તેનું પરિણામ પણ ભોગવવું પડે છે, ક્યારેક તે જાનલેવા પણ સાબિત થઈ શકે છે. અમદાવાદમાં પણ બે એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં 2 લોકોએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘ અને વાંદરાના પાંજરામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
વાઘ અને વાંદરાની કરી પજવણી
અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહયું છે ત્યારે પ્રેમીઓ પોતાની મનગમતી પ્રેમિકાને મેળવવા માટે અને તેમને ઇમ્પ્રેસ કરવા માટે અવનવા પેંતરા અપનાવતા હોય છે. અમદાવાદમાં પણ એવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક યુવક તેની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘના પાંજરામાં ઘૂસ્યો હતો. જો કે વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી છે.
તો અન્ય એક યુવક વાંદરાને સીધો કહેવડાવે એવી હરકત કરતાં પકડાયો હતો. તે વાંદરાને પજવવા માંગતો હતો પણ હોશિયાર કપિરાજ સામે તેણે નમતું જોખવું પડ્યું હતું. કપિરાજની પજવણી કરવા બદલ તેને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવાયું હતું.