- પોશી તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડયા હોવાનું સ્થાનિકોના આક્ષેપો
- પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે ઈસમોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડયા હોવાનું સ્થાનિકોના આક્ષેપો છે. મળતી માહિતી મુજબ,પોશી તાલુકાના બે અલગ-અલગ ગામના યુવાનોએ વડાલી વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદાઓ સમજાવવાની પ્રેરવી કરી રહ્યા હોવાના સ્થાનિક સંગઠનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ આગામી સમયમાં ચોક્કસ પગલાં ન ભરાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક જન આક્રોશની પણ રજૂઆત કરી હતી. તેમજ વડાલીમાં બંને યુવકો દ્વારા 20 હજારથી લઈ 25 હજાર સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સમગ્ર વિશ્વમાં ધર્મ પરિવર્તન સૌથી મોટો વિષય બની રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે ઈસમોની સામે સ્થાનિક સંગઠનો એ ફરિયાદ કરતા વડાલી પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે. સાથોસાથ સાબરકાંઠાના પોશીના તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડયા હોવાની વાત કરી છે. જોકે વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન મામલે બે ઈસમોની અટકાયત કરાતા સ્થાનિક કક્ષાએ પણ ખરભરાટ સર્જાયો છે.સાબરકાંઠાના પોશીના તાલુકાના બે અલગ-અલગ ગામના યુવાનોએ વડાલીના પેટ્રોલ પંપ વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદાઓ સમજાવવાની પ્રેરવી કરી રહ્યા હતા, જે દરમિયાન સ્થાનિક બાઇક પંચર કરાવવા આવેલા યુવકે ધર્મ પરિવર્તન મામલે આ બંને યુવાનો સાથે વિશેષ વાતચીત કરી હતી.
તેમાં 20થી 25 હજારમાં ધર્મ પરિવર્તન કરવાની સાથોસાથ તેમની જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધ અપાવવાની રજૂઆત કરી હતી. સાથોસાથ હિન્દુ ધર્મમાં કોઈ ચોક્કસ દેવી-દેવતા કે મંત્ર શ્લોક નથી પરંતુ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરવામાં આવે તો તેમના એકમાત્ર ભગવાન છે અને તેમની સામે માનવ માત્ર રજૂ થાય તો તેની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. સાથોસાથ શારીરિક દુઃખ દર્દ પણ દૂર થઈ જવાની રજૂઆત કરતા જોવા મળ્યા હતા.જોકે આ મામલે વડાલીના સ્થાનિક યુવકે અન્ય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ જેવા સ્વૈચ્છિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો…વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે વ્યક્તિઓ આવ્યા હોવાનું જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળ ના કાર્યકરોએ બંને ઈસાઈ બની ચૂકેલા યુવકોને વડાલી પોલીસ સ્ટેશનને લાવ્યા હતા.
જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન હિન્દુ ધર્મમાં ભાગલા થઈ રહ્યા છે. તેમજ અખંડ હિન્દુસ્થાનના ટુકડા પણ ધર્મ પરિવર્તન થકી થયા છે. આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલાં ન ભરાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક જન આક્રોશ ની પણ રજૂઆત કરી હતી.ભારતીય બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મ અપનાવી શકે છે પરંતુ લોભલાલચ કે દબાણ ન હોવાનો પ્રાવધાન હોવા છતાં વડાલીમાં બંને યુવકો દ્વારા 20 હજાર થી લઈ 25 હજાર સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અહેવાલ: સંજય દીક્ષીત