Abtak Media Google News

ભારતના ટુરિઝમ સેક્રેટરી રશ્મીબેન વર્માએ ઉદધાટન કર્યુ

૩૨૦ યાત્રીઓ સમુહઆવાસ કરી શકે તેવા ડોરમેટરી અતિથિગૃહ આશરે ૭ કરોડના ખર્ચે ૬૦ હજાર સ્કવેર ફુટમાં ૨૮ માસ જેટલા સમયમાં તૈયાર કરવામાં આવેલ છેે, આજરોજ આ ડોરમેટરી ભવનનું ઉદ્ધાટન ભારતના ટુરીઝમ સેક્રેટરી શ્રીમતિ રશ્મિબેન વર્માના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ શ્રી સોંમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પ્રવિણભાઇ લહેરીની અધ્યક્ષતા યોજાયો હતો.0008 જેમાં ગુજરાત ટુરીઝમના એમ.ડી. અને કમિશ્નર જેનુ દિવાન, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી કે.એમ. અધવર્યુ, ટુરીઝમ મેનેજર નિરવ મુન્શી, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ તથા ટુરીઝમ સ્ટાફ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ડોરમેટરીમાં ૯૦ રૂપીયાના શુલ્ક થી યાત્રી એક દિવસ સુંદર રીતે વિશ્રામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

શ્રી સોમનાથ તીર્થને આઇકોનિક પ્લેસ તરિકે જાહેર કરવામાં આવતા વિશ્વમાંથી આવતા યાત્રીકોને સારી સવલતો મળી રહે અને સુંદર યાત્રીસુવિધા થાય તે પ્રકારના કેન્દ્રસરકારના પ્રસાદ સ્કિમ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટો હાલ કાર્યરત હોય, જેમાં ટીએફસી-ટુુરીસ્ટ ફેસેલીટી સેન્ટર, ડીઝીટલ પાર્કિંગ, પ્રોમોનેડ વોકવે સહિતની સાઇટ વીઝીટ કરી પ્રગતી અહેવાલ મેળવેલ  હતો. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી તથા ટ્રસ્ટના અધિકારી તેમજ તજજ્ઞો પણ સાથે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.