Abtak Media Google News

શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં 15 ધ્વજા પુજા-7 તત્કાલ મહાપુજા: 30 હજાર શિવભકતોએ કરી આરાધના

વિત્ર પાવનકારી શ્રાવણ માસમાં પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવને રોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ દાદાને રૂદ્રાક્ષના એક લાખ પારાનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આજે મંગળવારે ભોળીયા નાથને ફુલ અને પિતામ્બરનો શણગાર કરાયો હતો. આજે સવારથી શિવભકતો ઉમટી પડયા હતા. શ્રાવણ માસના અંતિમ દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે. તેમતેમ ભાવિકો શિવ આરાધનામાં વધુ તલ્લીન બની રહ્યા છે.

શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને શિવને અતિ પ્રિય એવા એક લાખ રૂદ્રાક્ષના પારામાંથી પુજારીઓ દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમવારે સોમનાથમાં 15 ધ્વજાનું પુજન કરવામાં આવ્યું હતુ અને 7 તત્કાળ મહાપુજા કરવામાં આવી હતી. 30 હજારથી વધુ શિવ ભકતોએ ભોળીયા નાથના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.