Abtak Media Google News

15 ઓગષ્ટે રાષ્ટ્રઘ્વજ થીમ ઉપર સમગ્ર મંદિર વીજ ઝળહળતી રોશનીમાં નીખરશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ 13 ઓગસ્ટથી 1પ ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારત બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્રની આન બાન અને શાન સમા આ રાષ્ટ્ર મહોત્સવમાં જોડાશે.

Img 20220812 Wa0018

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે જણાવ્યું હતું તા. 13 થી 1પ ઓગસ્ટ સોમનાથ ટ્રસ્ટ સંચાલીત અતિથિગૃહો ઉપર રાષ્ટ્રઘ્વજ તિરંગા લહેરાવાશે. આ ઉપરાંત સોમનાથ વાહન પાકીંગમાં તિરંગા પ્લેટફોર્મ સાથે પાંચ સેલ્ફી પોઇન્ટ ખાસ ઉભા કરાયા છે. જેની સાથે સોમનાથ આવતા ભાવિકો ફોટો કલીક કરાવી શકશે.

15 ઓગસ્ટે સોમનાથ મહાદેવને તિરંગા સંઘ્યા શણગાર કરવામાં આવશે. ઉપરાંત સવારે મંદિર પરિસરમાં રાષ્ટ્રીય ઘ્વજવંદન કરવામાં આવશે અને સંઘ્યા સમયે સમગ્ર મંદિરને તિરંગા થીમ ઉપર વિજ રોશની લાઇટીંગથી ઝળહળાશે અને રાષ્ટ્રઘ્વજ થીમની રંગબેરંગી વિજ લાઇટોમાં ન હતું સમગ્ર મંદિર દર્શનનો અલૌકિક દિવ્ય રાષ્ટ્રીય નજારો ભાવિકોને નિહાળવા મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.