Abtak Media Google News

આદિત્ય નારાયણ, ચેતન જોષી, યોગેશ ગઢવી, અમુદાન ગઢવી સહિતના કલાકારો શિવ-આરાધના કરશે

આજે ૭:૩૦ કલાકે ‘પ્રભાસોત્સવ’ કાર્યક્રમ ગુજરાત સરકારના સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત અને સોમનાથ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંગીતનાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાશે. રાત્રીના સોમનાથ મહાદેવની નિશ્રામાં સુપ્રસિદ્ધ કલાકારો આદિત્ય નારાયણ, ચેતન જોષી, યોગેશ ગઢવી, અમુદાન ગઢવી, નિરજ પરીખ, વિપુલ ત્રિવેદી, વિરાજ અમર, અજય બારોટ, નટુ ટંડેલ, સ્મૃતિ વાઘેલા સહિત કલાકારો પોતાની કલા રજુ કરી શિવ આરાધના કરશે.

આવતીકાલે સવારે ૭:૩૦ (સુર્યોદય)એ પ્રતિપ્રદા નિમિતે સુર્યના પ્રથમ કિરણો સોમનાથ તીર્થધામમાંપડતાની સાથે શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગાર્ડન ખાતે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે. ગોલોકધામ ખાતે કાલે વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકા પુજન સહિત ધાર્મિક આયોજન કરવામાં આવશે. પ્રાંત:કાલે ભગવાન કૃષ્ણને નુતન ધ્વજા રોહણથી ઉત્સવની શ‚આત કરવામાં આવશે. બપોરે દાઉજીના પાતાળલોકમાં પ્રવેશ કરેલ તે ગુફા ખાતે પૂજન, સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીજીએ પ્રભાસની દેહોત્સર્ગની પવિત્ર ભૂમિ પર ઉપર્યુકત શાસ્ત્રોના અભ્યાસ પરથી ભગવાન કૃષ્ણના નિજધામ પ્રસ્થાનની કાલગણના કરેલ જે કાલગણના મુજબ ઈ.સ.પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુકલ એકમના દિવસે, શુક્રવારે મધ્યાહન બાદ ૨ કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેક્ધડ વેળાએ અંગ્રેજી કેલેન્ડર મુજબ (૧૮ ફેબ્રુઆરી)ના હિરણના આ પવિત્ર તટથી કૃષ્ણચંદ્ર પરમાત્માએ સ્થુળ શરીરને અગ્નિથી બાળ્યા વિના યોગધારણા વડે, નિજધામ પ્રસ્થાન કર્યું હતું.

આ સમયે બાંસુરી વાદન, શંખનાદ, ચરણપાદુકા અભિષેક, પુષ્પાંજલી, આરતી વગેરે કરવામાં આવશે. ગોલોકધામ ઉત્સવ નિમિતે ગોલોકધામ સુધી જવા-આવવા હમીરજી સર્કલ સોમનાથથી નિ:શુલ્ક બસ સેવા રાખવામાં આવેલ છે. ઉપરોકત કાર્યક્રમોમાં જોડાઈ હરિહર કૃપા પ્રાપ્ત કરવા સ્થાનિકો, યાત્રીઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.