Abtak Media Google News

પ્રભાસ પાટણમાં સોમનાથ તરફ જતા રોડ પાસે નાનાકોળી વાળા પાસે જીઇબીની ઓફીસ સામે સાંજના સમયે બાર વર્ષ જુનો પાણીના ટાંકામાં પડેલ જુનો ગેસનો બાટલો અચાનક લીકેજ થતા ગેસ ચાર દિશામા ફેલાઈ જતા જેના કારણે પાંચ થી સાત લોકોને ગુમરમાણ બેભાન જેવી અવસ્થા થવા લાગી હતી ગેસ લીકેજ થવાની ઘટનાના પગલે વેરાવળ ઇન્ડીયન રોયન કંપનીના સેફટી વિભાગના કર્મચારીઓને બોલાવી અને ગેસ લીકેજ ઘટના વિશે ટેકનિકલ કારણો ની ટેકનિકલ તજજ્ઞ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાના પગલે વેરાવળ પ્રાંત અધિકારી સર્યુબેન ઝણકાત મામલતદાર જે એન શામળા નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા વેરાવળ નગરપાલિકાનો ફાયર બ્રિગેડના તેમજ ડીઝાસ્ટર એમ્બ્યુલન્સ સહિત નો કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યા હતા, ગુમારમણ થયેલ લોકો ને 108 દ્વારા પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વેરાવળ રીફેર કરવામાં આવેલ છે તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ના પી.આઇ ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સોમનાથ તરફ જતા રોડ પર અવર જવર બંધ કરવામાં આવેલ હતી અને અન્ય રોડ દ્વારા વાહન શરૂ કરવામાં આવેલ હતી ચાર લોકો ને કોલોરીન ગેસની અસર થવા પામી હતી અને સોમનાથ મંદિર તરફ જતો રોડ બંધ કરવામાં આવ્યો હતો, કપાણીને શુધ્ધ કરવા માટે વપરાતો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.