સોમનાથ: શ્રાવણ માસ નિમિતે શહેરી વિસ્તારમાં ઇલેકટ્રીક બસ સેવાનો પ્રારંભ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગીય નિયામક જી.ઓ.શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર તેમજ ડેપો મેનેજર બીડી રબારી  હેડ મિકેનીક ઉમેશભાઇ પરમારના સાથ સહકાર થી  બાર જયોતિ લીંગ માના પ્રથમ જયોતિ લીંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં વેરાવળ શહેરમાં નગર પાલિકા ની સિટી બસો વર્ષો થી સિટી બસ સેવા ખોરવાઇ જતી હોય છે ત્યારે એસ ટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કરી સોમનાથ વેરાવળ માં સિનીયર સિટીઝન વડીલો ને મહિલા ઓ ને ધ્યાન માં રાખી ખાસ ભેટ સ્વરૂપે ઇલેકટ્રીક બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

જે સવારમાં 06 વાગ્યા થી સાંજે 07 વાગ્યા સુધી સોમનાથ ગીતા મંદિર થી વેરાવળ જે વેરાવળ સાઇબાબા મંદિર થી ગીતા મંદિર સુધી જે બિરલા મંદિર ચોપાટી ભાલકા મંદિર પ્રભાસ પાટણ સોમનાથ ગીતા મંદિર નો રૂટ પર બસો અવર જવર થાય તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડેપો ડેપો મેનેજર બીડી રબારી  હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર ટીસી પ્રફુલભાઈ સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કર્યો હતો જેમાં વિભાગીય નિયામક  જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર  તેમજ અમદાવાદ ના આરૂણભાઈ   સહિત સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના અદયક્ષ સ્થાને બસ સેવા સવારથી 6. વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી અવર જવર કરશે.