સોમનાથ મંદિરને અપાયું વર્લ્ડ એર્મેજીંગ પ્લેસમાં સ્થાન

અમેરિકાની કં5ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ અર્પણ ટ્રસ્ટી જે.ડી. પરમારને પણ પ્રેરણાદાયક વ્યક્તિત્વ માટે એવોર્ડ

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ની ખ્યાતનામ કંપની દ્વારા શ્રી સોમનાથ મંદિર ને વર્લ્ડ અર્મેજીંગ પ્લેસ તરીકે સામેલ કરવામાં આવ્યું અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી એ સર્ટિફિકેટ સ્વીકારેલ. સાથે સાથે પ્રેરણાદાઈ વ્યક્તિત્વ માટે (ઇન્સ્પાયરિંગ હ્યુમન ) તરીકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર સાહેબ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ની ખ્યાત નામ કંપની જે સમગ્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવી સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે તેઓના કામની કદર કરે છે. જે વર્લ્ડ રેકોર્ડ,ઇન્સ્પાયરિંગ હ્યુમન,કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,ગ્લોબલ આઇકોન,વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ, વર્લ્ડ અમેઝિંગ પ્લેસ, અને જુદા જુદા કોર્પોરેટ ક્ષેત્રે કામ કરી દેશ અને દુનિયા માં યોગદાન આપી આપી રહ્યું છે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકાની ખ્યાતનામ કંપની એવા લોકો અને સંસ્થાઓને તેઓના કામની ઉત્તમોત્તમ પ્રગતિ સાધી શકે. વર્લ્ડ ટેલન્ટ ઓર્ગેનાઇઝેશન કંપની દ્વારા મહાશિવરાત્રીના પવન પર્વ પર શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રભાસ પાટણમાં શ્રી રામ મંદિર ઓડિટોરિયમમાં પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા કંપનીના સીઇઓ મિહિર ભાઈ બ્રહ્મભટ્ટ અમેરિકાથી ઓનલાઇન જોડાયા હતા તેમેજ કંપનીના અધિકારીઓમાં દિનેશ ભાઈ બારોટ,કૃણાલ ભાઈ બ્રહ્મભટ્ટ, ભરતસિંહ પરમાર ઉપસ્તિથ રહી બંને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ હતા.

જીવણભાઈ દેસાભાઇ પરમાર કે જેઓ 1975થી શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી છેલ્લા 45 વર્ષથી સુદીર્ઘ માનદ સેવા આપી રહ્યા છે, જેઓએ પોતાનું જીવન ભગવાન સોમનાથ ની સેવામાં સમર્પિત કરેલ છે. તેઓની આવી નિસ્વાર્થ સેવા અને સમર્પણને ધ્યાને લઇ તેઓને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકાની ખ્યાતનામ કંપની દ્વારા વર્લ્ડ ઇન્સ્થાયરિંગ હયુમન તરીકે જેઓનું નામ સામેલ કરવામાં આવ્યું અને આ અંગે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હતું .

જેમાં ભારત દેશની ચડતીના માનદંડ સમાન, ભગવાન સોમનાથના પુરાણ પ્રસિદ્ધિ પરંતુ જીર્ણ મંદિરના પુનરુદ્ધાર માટે સંકલ્પબુદ્ધ ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલને અનુસરીને ક્નેયાલાલ મુન્સી, દિગવિજયસિંહજી જામ સાહેબ,શ્રી મોરારજી દેસાઈ, કેશુભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ માનદસેવા આપી સોમનાથ મંદિરના પુનનિર્માણ,પ્રભાસના તીર્થક્ષેત્રનો પુનરુદ્ધાર,હરિહરના શાશ્વતધામનો વિકાસ વગેરે જેવા મહાન કાર્યો કર્યા છે.જે તમામ ધાર્મિક સ્થાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. તે ગણનાપાત્ર વિકાસને ધ્યાનમાં લઇ સોમનાથ મંદિરને વર્લ્ડ અમેજીંગ પ્લેટ તરીકે અમેરિકાની કંપની એ સામેલ કરી આજ રોજ મંદિર પ્રાંગણ માં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી સાહેબ એ સર્ટિફિકેટ સ્વીકારેલ હતું જે ગુજરાત માટે અનેગુજરાતીઓ માટે અને સમગ્ર વિશ્વમાં વસતા તમામ સોમનાથદાદાના ભાવિક ભક્તો માટે આનંદ અને ગર્વની બાબત છે.