Abtak Media Google News

સોમનાથ ટ્રસ્ટે માત્ર રૂ. 11 હજારમાં વેદોકત પુરાણોકત રીતે લગ્ન કરાવી આપવા નિર્ણય કર્યો છે. વધતી જતી મોંધવારી વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે આવકાર દાયક અને સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 11 હજાર માં વેદોકત પુરાણોકત રીતે લગ્ન કરાવી આપવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને પગલે આવનાર દિવસોમાં વિશ્ર્વ પ્રસિઘ્ધ યાત્રાધામ સોમનાથ ડેસ્ટીનેશન વેડીંગ બનશે.

મોંધવારીના કારણે લગ્ન પ્રસંગે મોંધા થતાં જાય છે. ત્યારે ગરીબ તેમજ મઘ્યમ વર્ગને પોસાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા બનાવેલો નવનિર્મિત ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં વિશાળ લગ્ન મંડપ હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલમાં બ્રાહ્મણ દ્વારા વેદોકત પુરાણોકત રીતે લગ્નવિધી કરાવી આપવામાં આવશે.

હાલના નવા ચલણ મુજબ યંગ જનરેશન ડેસ્ટીનેશન વેડીંગ માટે ધાર્મિક  સ્થળોની પસંદગી કરે છે જે હવે સોમનાથમાં પણ ડેસ્ટીશન વેડીંગની મનોકામના પુરી કરી શકશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા લગ્નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્ન હોલ, સ્ટેન, ચોળી, મહારાજા ખુરશી, લગ્નવિધિની સામગ્રી, બ્રાહ્મણ, મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા, હાર-તોરણ, લગ્નછાબ , 50 ફોટોગ્રાફટ અનેતેની ડેટા સીડી, સંસ્થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-ક્ધય માટે ફુલહાર રપ0 ગ્રામ મીઠાઇ, ખેસ, આંતરપટ જેવી સુવિધા પ્તાત થશે.

ગવમેન્ટ મ્યુનિ.પલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ શુભલગ્ન સોમનાથ દાદાના સાનિઘ્યમાં કરવા અને લાભ લેવા આપના સગા વ્હાલાને પણ આ વિશે જાણકારી આપી માહીતગાર કરવા અને સોમનાથ તીર્થધામમાં ભગવાનના સાનિઘ્યમાં સ્પીરીચ્યુઅલ ડેસ્ટીનેશનલમાં લગ્ન કરવાનો લાભ લેવા સોમનાથ ટ્રસ્ટે અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.