Abtak Media Google News

વિશ્ર્વ વારસા દિનની ઉજવણીના ભાગ‚પે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી: ભાલકા તીર્થમાં સ્વચ્છતા અભિયાન

તા.૧૮ એપ્રિલને સમગ્ર વિશ્ર્વ, વિશ્ર્વ હેરીટેજ દિન તરીકે ઉજવે છે. વર્લ્ડ હેરીટેજ દિન નીમીતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે સેલ્ફીવોકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનીક લોકો તેમજ યાત્રિકો પણ આ સેલ્ફીવોકમાં જોડાશે.

આસેલ્ફીવોકનો શુભારંભ ટ્રસ્ટના માન. અઘ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ દ્વારા સરદાર પટેલ ચોક ખાતેથી લીલીઝંડી આપી કરાવવામાં આવશે. સોમનાથ ખાતેના હેરીટેજ ‚ટ પર લોકો વોક, ટોક અને સેલ્ફી લેશે. સોમનાથ ખાતેના હેરીટેજ સ્મારકો જેવા અહલ્યાબાઇ મંદીર, સરદારની પ્રતિમા, દૈત્યસુદન મંદીર, મ્યુઝીયમ, જૈન મંદીર, જુ નો કિલ્લો, વાવ, તેમજ વેરાવળ દરવાજા જેવા હીરેટેજ સ્મારકોની ફોટો સેલ્ફી લઇ ફેસબુક, ટવીટર ઇન્સ્ટ્રાગ્રામ તેમજ વોટસઅપ પર શેર કરશે.

જેથી કરીને સોમનાથના વૈભવી વારસા ને લોકો જાણે અને વધુમાં વધુ લોકો આ હેરીટેજ સાઇટની મુલાકાત લેતા થાય અને આપણા વૈભવી  વારસાને લોકો જાણે અને માણે વિશેષમાં વિશ્ર્વ હેરીટેજ દીન નીમેતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાવેલ. ડોકમયુમેન્ટ્રી ફિલ્મ જેમા: આપણા ભુતકાળના શિક્ષણ, સંશોધન તેમજ હેરીટેજ બાબતોને ઉજાગર કરતી ફિલ્મ પણ રાત્રે ૮ વાગ્યે સોમનાથ મંદીર પરિસરના સ્કીન પર તેમજ વેરાવળ ખાતે ટાવર ચોક ખાતે આ ફિલ્મ બતાવવામાં આવશે. તેમજ હેરીટેજ સ્મારકોની સફાઇનો કાર્યક્રમ પણ છે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ, કર્તવ્ય ગ્રુપ વેરાવળ તેમજ સ્થાનિકો પણ જોડાશે.

વિશ્ર્વ વારસા દિનની ઉજવણીના ભાગ‚પે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા સપ્તાહની ઉજવણી શરુ કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે સફાઇની શ‚આત ભાલકા તીર્થ ખાતે કરેલ જેમાં બચુભાઇ વાઘેલા તથા સ્થાનીો જોડાયેલ, ભીડીયા, શશીભુષણ મહાદેવ મંદીર ખાતે સફાઇ કરવામાં આવેલ. આ સપ્તાહ દરમ્યાન પૌરાણીક વિરાસતો, સ્મારકો, સોમનાથને જોડતા માર્ગોને સ્વચ્વ કરવામાં આવશે. સ્વચ્છતા સપ્તાહમાં જોડાવા સ્થાનીકોને જોડાવા સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.