Abtak Media Google News

છેલ્લા ૨૧ વર્ષથી લખમણભાઈ પંપાણીયા ૭ લિટર ગાયનું દૂધ પ્રસાદી સ્વરૂપે નિરાધારોને પીવડાવે છે

સોમનાથ મહાદેવની તીર્થભૂમિની બાજુમાં આવેલ આજોઠા ગામના ખેડુત લખમણ મેપા પંપાણીયા છેલ્લા ૨૧ વરસથી પ્રભાસ પાટણમાં દૂધ વેચવાનો ધંધો કરે છે તેઓને ૨ ગાય અને ૬ ભેંસ છે. તેમને થયું કે મને એકવીસ વરસમાં કોઈ રોગ-અકસ્માત કે વ્યાધી આવી નથી, આ બધો ભગવાનનો જ ઉપકાર છે જેથી છેલ્લા પાંચ વરસથી પોતાના દુધ વેંચવાના ધંધા સાથે શુઘ્ધ ગાયનું દુધ સગર્ભા મહિલાઓ, નિરાધાર-એકલવાયું સંસારમાં જીવન જીવતા

હોય અને જરૂરિયાતમાંદોને ઘેર જઈ દરરોજ સવારે વિનામુલ્યે દુધ આપવાની ભકિત કરી ઈશ્ર્વર ઋણ અદા કરે છે અને એ દૂધને ભગવાનનો જ ભાગ ગણે છે. આમ દરરોજ પાંચથી સાત લીટર દુધ પ્રસાદી સાચા લોકો સુધી પહોંચાડવા નિ:સ્વાર્થ સેવા બજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.