Abtak Media Google News

ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું આયોજન: બુધવારે સવારે યજ્ઞસ્થળે ભૂમિપૂજન કરાશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમયજ્ઞમાં આહુતી આપી

રાજકોટના આંગણે ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે વિરાટ સોમયજ્ઞના મહોત્સવનું તા.૧૫ થી ૨૧ માર્ચ સુધી પદ્મશ્રી એવમ્ પદ્મભુષણ પા.ગે.ડો.ગોકુલોત્સવજી મહારાજના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું છે. જેમાં શનિવારના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ઉપસ્થિત રહી આ સોમયજ્ઞમાં આહુતી આપી હતી.Vlcsnap 2019 03 18 11H16M21S74

આગામી તા.૨૦ને બુધવારે સવારે યજ્ઞ સ્થળે ભૂમિપુજન કરવામાં આવશે. નિકુંજનાયક શ્રીનાથજી બાવાની કૃપાથી સૌરાષ્ટ્રની પ્રતિભાશાળી રાજકોટની ભૂમિ ઉપર ગૌમાતાના લાભાર્થે સોમયજ્ઞનું આયોજન અનંતથી વિભૂષીત પદ્મશ્રી એવમ્ પદ્મભુષણ, મહાન ફિલોસોફર, મહાસંગીતાચાર્ય, વાજપેયી, સર્વોત્મુખી સોમયાજી, દિક્ષીત જગતગુરુ, પીઠાધીશ્વર, વલ્લભ સંપ્રદાચાર્ય ૧૦૮ ગોકુલોત્સવની મહારાજના સર્વાધ્યક્ષ સ્થાને તથા પ્રાણીમાત્રા કલ્યાણ અર્થે, સુખ, સમૃદ્ધિ, યશ, સોભાગ્યની સંપ્રાપ્તિ અને દિવ્ય આયોજન રાજકોટ વિખ્યાત જયાં ૭૦૦ જેટલી ગૌમાતા બિરાજે છે તેવી ગોવર્ધન ગૌશાળાના પરિવાર તથા વૈષ્ણવ મંડળ દ્વારા આગામી ૨૧ માર્ચ સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ, શીતલ પાર્ક, બસ સ્ટોપ સામે સોમયજ્ઞ ચાલનાર છે. સોમયજ્ઞ દરમિયાન દરરોજ યજ્ઞ કરતા પૂજય વ્રજોત્સવજી મહોદય શ્રી આશીર્વાદરૂપ અક્ષતવર્ષા કરશે. સોમયજ્ઞની નવ પરીક્રમાર્થી ૧૦૮ પરીક્રમાનું ફળ મળે છે.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટની ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતી, માનવજાતના ઉત્કર્ષ માટે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ સોમયજ્ઞનું આયોજન થયું છે. રાજકોટના લોકો નશીબવંતા છે કે રાજકોટની ધરતી ઉપર એક શુભ હેતુ સાથે આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે.

છેલ્લે ૨૦૦૬માં આ સોમયજ્ઞ આજ સ્થળ ઉપર કરવામાં આવ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું તેમની સાથે આ સોમયજ્ઞમાં જોડાયો હતો અને આજે ફરી ૧૩ વર્ષ બાદ પુન: આ યજ્ઞ રાજકોટમાં થયો છે અને આ તકે સમગ્ર દેશ ખુબ જ સમૃદ્ધ બને અને આગળ વધે તેમજ આ સોમયજ્ઞની સમગ્ર દેશનું કલ્યાણ થાય તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે.Vlcsnap 2019 03 18 11H16M00S69

પદ્મશ્રી એવમ પદ્મભુષણ અનંતશ્રી વિભુષીત જ.પી.શાજ્ઞીચિત સોમયાજીદિક્ષીત પૂજય પા.ગો.ડો.ગોકુલોત્સવજી મહારાજે જણાવ્યું હતું કે, આ વિરાટ સોમયજ્ઞ મહોત્સવ-૨૦૧૯નો ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે રાજકોટમાં આયોજન કરાયું છે. જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આહુતી આપી છે.

આ સોમયજ્ઞમાં દેશ-વિદેશ જેવા કે અમેરિકા, ઈંગ્લેન્ડ, સ્પેન, દુબઈ, મસ્તક સહિતના દેશો તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉતરપ્રદેશ, ગોવા સહિતના રાજયોમાંથી વૈષ્ણવજનો દર્શન માટે ઉમટી પડયા હતા. આ સોમયજ્ઞ કરવાનો હેતુ એટલો જ છે કે ભારતનો દરેક નાગરિક સમૃદ્ધ બને અને આગળ વધે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.