ચારણ ગઢવી સમાજના સોનલ બીજ મહોત્સવ ધર્મ સંસ્કૃતિ સરસ્વતી સન્માનનો ત્રિવિધ ઉત્સવ બની રહેશે

સોનલમાના 98માં જન્મોત્સવમા સરસ્વતિ સન્માન,કીર્તીદાન ગઢવીનું સન્માન, ધર્મત્સવ શોભાયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઇશ્રી સોનલ માંનો જન્મોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા ધર્માત્સવની સાથે સાથે સરસ્વતિ સન્માન અને જ્ઞાતિ સમાજ રત્નના સન્માન જેવા કાર્યક્રમો યોજાશે.

‘અબતક’ની મુલાકાતે આવેલ  ચારણ ગઢવી, મહિપતભા ગઢવી, પ્રવીણભાઇ વડગામા, હમીરભા ગઢડા, ભરતભાઇ નાગૈયા, કનુભા સાબા, શાંતિભા રતન, કરશનભા બુદશી, દેવરાજ બળદા, રવિરાજ ગોલ, દેવરાજ બાવડા હરેશભાઇ વડગામા, નારૂભા એ આ મહોત્સવની સવિસ્તાર માહીતી આપતા જણાવ્યું હતું કે માતાની 98માં જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે.સોનલ બીજ મહોત્સવમાં કોવીડની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે રાજકોટના ખોડીયારનગર ખાતે યોજાનારા આ ધર્માત્સવ 3જી ડીસેમ્બર ને સોમવારે રાત્રે 9 વાગે લોકડાયરો સાથે પદાધિકારી, પદાધિકારીઓનું જાહેર સન્માન કરાશે.

આ ડાયરામાં હકાભા ગઢવી, હમીર ગઢવી, ગોવિંદભા પાલિયા, ખીમજીભાઇ ભરવાડ, ભરતદાન ગઢવી, યુવરાજ જયદેવભાઇ ગઢવી કલા રસ પીરશે. આ ડાયરામાં માતાજી અને સંતો મહંતો ઉ5સ્થિત રહેશે. બીજા દિવસે 4/1 ના રોજ સવારે 8.30 વાગે શોભાયાત્રા પ્રસ્થાન કરશે ગીતાનગર ગોંડલ રોડ ગાયત્રી મદિર થી ખોડીયારનગરમાં ફરશે ત્યારબાદ માતાજીની આરતી અને તેજસ્વી વિઘાર્થીઓ અને કીર્તીદાન ગઢવીનું સન્માન કરવામાં આવશે. સાથે સાથે જ્ઞાતિ રત્ન કીર્તીદાન ગઢવીનું સન્માન કરવામાં આવશે.

બપોરે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમમાં તમામ માઇ ભકતોને હાજર રહી ધર્મ લાભ લેવા પ્રમુખ પ્રકાશભાઇ ગઢવીએ અનુરોધ કર્યો છે.