સોનલ બીજ સોનલબીજ નિમિતે શોભાયાત્રા

ખીજ જેની ખટકે નહીં, જેના રૂદીયે જાજી રીજ મારી મઢડાવાળી આઇની જોને આવી

રીપોર્ટર: તેજસ રાઠોડ કેમેરામેન: સાગર ગજજર

અબતક, રાજકોટ

આઇ શ્રી સોનલમાના 98માં જન્મોત્સવની ઉજવણી નીમીતે સમસ્ત ચારણ ગઢવી સમાજ રાજકોટ અને આઇશ્રી ખોડીયાર ગઢવી યુવક મંડળ દ્વારા સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું.

માં જગદંબા પરમપુજય આઇશ્રી સોનલ માંના 98માં જન્મોત્સવ નિમિતે રાજકોટનાં આંગણે ખોડીયારનગરમાં છેલ્લા ર8 થી 30 વર્ષથી શોભાયાત્રા અને સોનલબીજ ઉજવવામાં આવે છે. રાત્રીના કોરોના ગાઇડ લાઇન મુજબ 400 માણસોની મર્યાદામાં માં જગદંબાનો જન્મોત્સવ ઉજવવાનું આયોજન  કરવામાં આવ્યું છે. આઇ શ્રી સોનલ માંની શોભાયાત્રા આજરોજ કાઢવામાં આવી હતી. શોભાયાત્રાના કાર્યક્રમ પછી તેજસ્વી છાત્રોને સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીને રાજકોટના અધિકારી, પદાધિકારીઓ દ્વારા સન્માનીત કરવામાં આવશે.