જૈન વિઝન દ્વારા સતત બીજા વર્ષે સોનમ ગરબાનું ધમાકેદાર આયોજન

0
329

જૈન સમાજની બહેનો તથા દીકરીઓ માટે  નવરાત્રી મહોત્સવનો સીઝન પાસ ફ્રી

પ્રિન્સ-પ્રિન્સેસને સોનામહોર અને ખેલૈયાઓને ચાંદીની ગીની જેવા આકર્ષક ઇનામો

ટીમ મિલન કોઠારી દ્વારા તડામાર તૈયારી

સમાજમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા આ વખતે સતત બીજા વરસે  સોનમ ગરબા નવરાત્રી મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે અને આ નવરાત્રી મહોત્સવને અત્યારથી જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા આ વર્ષે પણ આ આયોજન રાજકોટનું નંબર વન અને અદભુત-અવર્ણનીય બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.  આ આયોજનની  સફળતા માટે લેડીસ અને જેન્ટ્સ કમીટી મેમ્બરો અને પુરી ટીમ જૈન વિઝન કામે લાગી ગઈ છે. આ વખતે પણ જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના મેદાનમાં તા.૨૯થી ૭ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે અને ખેલૈયાઓએ  દર્શાવેલા ઉત્સાહથી જૈન વિઝનની ટીમનો ઉત્સાહ પણ વધ્યો છે.

છેલ્લં છ વર્ષની આવો રે આવો મહાવીર નામ લઈએ જેવા કાર્યક્રમો ઉપરાંત સમાજોપયોગી કાર્યો કરનાર સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનોના સહયોગથી આ વખતે સતત બીજા વરસે નવરાત્રી દરમિયાન નવ દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીનું પર્વ મા જગદંબાની આરાધનાનું પર્વ છે અને સમાજમાં રહેલી આસૂરી શક્તિઓનો નાશ કરવા માટે તેની ઉજવણી કરવામાં આવે છે. તો પાવન હેતુ માટે આ વર્ષે આ આયોજન જૈન સમાજના લોકો માટેનું જ છે અને તેમાં બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. પ્રતિષ્ઠિત જૈન આગેવાનો દ્વારા આયોજિત છેલ્લા ૨૧ વર્ષનો રાસોત્સવનો બહોળો અનુભવ ધરાવતાં આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રીમાં અનેક આકર્ષણો ઉમેરાશે જેમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગિફટ, નવરાત્રી વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ-પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે, જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની અપાશે, નવરાત્રી મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાલવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચિંગ કેમ્પની વ્યવસ્થા, ભારતભરના જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાશે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, ગત વર્ષની જેમ જ સરાઉન્ડિંગ હાઇ ફાઈ સાઉન્ડ સિસ્ટમ  સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા કરાશે.

રાજકોટના મધ્યમાં આ સુંદર આયોજન સુપ્રસિદ્ધ ઓરકેસ્ટ્રા અને ગાયક વૃંદના સથવારે ગરબા કિંગ અત્તાખાન, અશ્વિની મહેતા, વિભૂતિ દોશી, વિશાલ પંચાલ અને અરુણ વાઘેલા જેવા સિંગરો ધૂમ મચાવશે.હિતેશ મહેતા અને ઢાંકેચા બ્રધર્સના સથવારે ઝીલ એન્ટરટેનમેન્ટ આ ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં તમામ ઉંમરના  વય ધરાવતી બહેનોને  ૧૫ વર્ષ સુધીના  બાળકો વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે જ્યારે જેન્ટ્સ સીઝન પાસના ૫૫૦, રૂપિયા થશે. સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓળખકાર્ડ આપવાનું રહેશે.  વધુ વિગત માટે, જૈન વિઝન સોનમ ગરબા- ૨૦૧૯  ડો.યાજ્ઞિક રોડ જય શિયારામ પેડવાળાની સામે  અથવા (મો.નં.૯૩૨૮૮ ૪૪૦૫૫ / ૯૩૨૮૪ ૪૪૧૯૦)નો સંપર્ક કરવાનો રહેશે.

નવરાત્રી મહોત્સવ માટે મીલન કોઠારી (૯૮૪૨૪૯૪૫૩૧), દિનેશ મહેતા, ધીરેન ભરવાડા, જય કામદાર, સંજય લાઠીયા, મનિષ મહેતા, યોગેશ શાહ, અમિત કોરડીયા, બ્રિજેશ મહેતા, જય ખારા, ભરત દોશી, વિભાશ શેઠે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here