Abtak Media Google News

સોનમ કપૂરે લગ્નની વાત હજી સુધી ભલે ન કરી હોય પરંતુ રોજ આવી રહેલી નવી નવી ખબરો આ વાતની પૃષ્ટિ કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં સોનમનું ઘર સજાવવામાં આવી ગયું છે.

લોકો સોનમ અને તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજાના મેરેજની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં અનિલ કપૂરના ઘરની સજાવટ પણ શરુ કરી દેવામાં આવી છે. Sonam Kapoor ની મમ્મી સુનીતા કપૂરે તેમની લાડલીના લગ્ન માટે ઘણી જ સ્પેશિયલ સજાવટ કરી છે.

A353Bed886B1Ac2389F9C6A52D4B546Eઆ અવસર પર અનિલ કપૂરના ઘરે નજીકના મિત્રો અને સગા-સંબંધીઓ આવવાના શરુ થઇ ગયા છે. ફરાહ ખાન અને કરણ જોહર પણ આ લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. આ સાથે જ અનિલના નાના ભાઈ સંજય કપૂર અને મોહિત મારવાહ પણ પોતાની પત્ની સાથે અનિલ કપૂરના ઘરે જોવા મળ્યા. આ સિવાય અન્ય સેલેબ્સ પણ અનિલ કપૂરના ઘરે જોવા મળ્યા હતા.

તાજેતરમાં સોનમ કપૂરના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે જેમાં તેનું ઘર ડેકોરેટ કરી રાખવામાં આવ્યું છે અને સોનમની માતા સુનિતા કપૂર બધી વ્યવસ્થા જોઈ રહી છે અને અન્યને સલાહ આપતા નજર આવી રહી છે. રંગબેરંગી લાઈટ્સથી સજેલું કપૂર ફેમિલીનું ઘર વધારે સુંદર લાગી રહ્યું છે.

3Bde0E197E0E84D56F0266375E70F585એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શ્રીદેવીની પુત્રી અને સોનમ કપૂરની કઝીન જાહનવી કપૂર મેરેજમાં તેની મોમના સોંગ ‘કિસી કે હાથ ના આએગી યે લડકી’ અને ‘મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા’ પર ડાંસ કરશે.

બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજાના મેરેજ આજકાલ બી ટાઉનની ગલીઓમાં ચર્ચાનો વિષય બનેલ છે. હજુ સુધી કપૂર ખાનદાન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ હવે સોનમ કપૂરે તેના મેરેજને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનમે કહ્યું કે, ‘મારા માટે મેરેજ કરતા વધારે તેમાં થનાર રસમ વધારે મહત્વપૂર્ણ છે. મેરેજ પર વધારે પૈસા ખર્ચ કરવા મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. મને ફરક પડતો નથી કે, મેરેજ ઘરે થાય કે બીજે ક્યાં.

સોનમે આગળ જણાવ્યું કે, મેરેજની બધી રસમ યોગ્ય રીતે થવી વધારે જરૂરી છે. મેરેજ પર વધારે પૈસા બરબાદ કરવા બેકાર છે. હું આ વાત સાથે સહમત નથી. સોનમના આ નિવેદનથી તે સ્પષ્ટ છે કે, તેના મેરેજ વધારે સાધારણ રીતે થશે. પ્રાપ્ત માહિતી મુજબ, સોનમ કપૂર અને આનંદ આહૂજા ૬ અને ૭ મે ના રોજ મુંબઈમાં મેરેજ કરશે.

E4117B227C15Bd867A0Fcb260C1Edbb5સોનમની ફેમિલી અને તેના ફ્રેન્ડસે અત્યારથી તૈયારી શરુ કરી દીધી છે. સોનમ કપૂરના મેરેજને બસ થોડા દિવસ બાકી છે ત્યારે સંગીત સેરેમનીની તૈયારી પણ શરુ થઇ ગઈ છે. સોનમ કપૂરની સંગીત સેરેમનીને ફરાહ ખાન કોરિયોગ્રાફ કરશે.

તમને જણાવી દઈએ કે, સોનમ કપૂરે તેમનું ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર કરી લીધું છે. સોનમના મેરેજમાં તેના પરિવાર, નજીકના ફ્રેન્ડસ અને બોલિવુડ કેટલાક લોકો સામેલ થશે.

પ્રાપ્ત માહિતી મુજબ, મનપસંદ રિસોર્ટમાં બુકિંગ ના મળવાના કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજાએ તેમની મેરેજની તારીખ અને વેન્યુ બદલવું પડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સોનમ કપૂર જીનીવાના Montreux રિસોર્ટમાં મેરેજ કરવા માંગતી હતી. પરંતુ તેની પહેલા એક સાઉદી પ્રિન્સેસના મેરેજ માટે તે જગ્યાનું બુકિંગ થઇ ગયું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.