Abtak Media Google News

સોનિયાએ બોલાવેલી કોંગ્રેસ રાજયસભાના સાંસદોની બેઠકમાં પીઢ અને યુવા સાંસદો વચ્ચેના મતભેદો સપાટીએ આવ્યા

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં દાયકાઓથી ભારે જુથબંધી પ્રવતી રહ્યાનું જગજાહેર છે. કોંગ્રેસ હાઈકમાન્ડનો કબજો કરીને બેસી ગયેલા વરિષ્ટ નેતાઓ પાર્ટીમાં પોતાનો દબદબો યથાવત રહે તે માટે સક્ષમ યુવા નેતાગીરીઓનો આગળ આવવા વધવા નથી જેના કારણે તાજેતરમાં જયોતિરાદિત્ય સિંધિયા, સચીન પાયલોટ જેવા યુવા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીમાં બળવો કર્યો હતો. જેના કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવા સુધીની નોબત આવી પડી છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસીઓ સુધરવા માંગતા ન હોય તેમ રાજયસભાના વરિષ્ટ સાંસદોએ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની બેઠકમા નબળા સંગઠન યુવા નેતાગીરી સામે બળવો ઠરાવ્યો હતો. જેથી પાર્ટીમાં પ્રવર્તી રહેલા જનરેશન ગેપથી સોનિયા ગાંધી ચિંતિત બન્યા છે.

રાજય સભામાં કોંગ્રેસના વરિષ્ટ સાંસદે એ.કે. એન્ટની ગુલામનબી આઝાદ, પી.ચિદમ્બરમ, આનંદ શર્મા, કપીલ સિમ્બલ પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગની આગેવાનીમાં પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા જેમાં પાર્ટીના એક વરિષ્ટ નેતાએ આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. આ નેતાએ રાહુલ ગાંધીએ પોતાની પુરી તાકાત લગાવી હોવા છતાં પાર્ટીની દેશભરમાં સ્થિતિ કથળી રહ્યાનો આરોપ મૂકયો હતો. જેનો પાર્ટીના યુવા સાંસદ અને રાહુલ ગાંધીના નજીદીક મનાતા રાજીવ સાતવે જોરદાર વિરોધ કર્યો હતો. પી. ચિદમ્બરમે પાર્ટીનું સંગઠ્ઠન જિલ્લા અને તાલુકા સ્તરે નબળુ હોવાની ચિંતા વ્યકત કરી હતી.

જયારે કપિલ સિમ્બલે ઉપરથીલઈને નીચલા સ્તર સુધી પાર્ટીના નેતાઓને આત્મ નિરીક્ષણ કરવાની સલાહ આપતા જણાવ્યું હતુ કે અમને ખબર નથી પડતી કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે. જે સામે રાજીવ સાતવે વિરોધ કરતા જણાવ્યું હતુ કે આત્મ નિરીક્ષણ ત્યારથી થવું જોઈએ જયારથી આપણે સત્તામાં હતા તેમણે વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીનું આત્મનિરીક્ષણ કરવાની અને યુપીએ સરકારમાં મંત્રી રહેલા સિબ્બલે કરેલી કામગીરીને રીવ્યુ કરવા સુધીની વાત કરી હતી. તેમને વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે યુપીએ ૨ની સરકાર સમયે આત્મનિરીક્ષણ કરવામા આવ્યું હોય તો વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો ન મળી હોત આ બેઠકમાં પાર્ટીના વરિષ્ટ નેતાઓએ રાજનૈતિક રણનીતિ અને સંગઠનની નબળાઈઓને દૂર કરવા પર ભાર મૂકયો હતો.

આ બેઠકમાં સાંસદ પી. એલ. પુનિયા રીપુન બોરણ, છાય વર્મા વગેરે રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી જયારે કેટલાક સાંસદોએ મોદી સરકારને કોરોના વાયરસ, ચીનની ઘુસણખોરી કથળેલી અર્થ વ્યવસ્થા વગેરે મુદે ઘેરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ સાંસદોએ આ મુદે મોદી સરકાર નિષ્ફળ રહી હોવા છતાં લોકોમાં ભાજપની લોકપ્રિયતા અકબંધ રહ્યાનો અને કોંગ્રેસને કોઈ ફાયદો ન થઈ રહ્યાનો વસવસો વ્યકત કર્યો હતો. પોતાની ઉપસ્થિતિમાં પાર્ટીના વરિષ્ટ અને યુવા સાંસદો વચ્ચેનો આ જનરેશન ગેપ બહાર આવતા સોનિયા ચિંતિત બન્યા હોવાનો સુત્રોએ દાવો કર્યો છે.

સોનિયા નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા: તબિયત ચિંતામુક્ત

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ગૂ‚વારના રોજ શ્ર્વાસ લેવામાં તકલીફ અને પેટમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતા તેમને સરગંગારામ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સોનિયા ગાંધી ‚ટીન ચેકઅપ માટે હોસ્પિટલનાં પ્રાઈવેટ ફેસેલીટીમાં દાખલ કરાયા હોવાનું જણાવાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.