વડાપ્રધાનની સુરક્ષામાં ચુકના વિરોધમાં સોનિયા-રાહુલનું પુતળા દહન: મશાલ રેલી યોજાઈ

શહેર ભાજપ યુવા મોરચા દ્વારા

 

અબતક્,રાજકોટ

તાજેતરમાં પંજાબ રાજયના ફિરોઝપુર જીલ્લામાં  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી દેખાઈ હતી ,

વડાપ્રધાનની સુરક્ષામાં પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર લાપરવાહી દાખવી છે . જે કોંગ્રેસના ઈશારે થયુ છે .

આ પ્રકારની સુરક્ષામાં બેદરકારી બદલ કોંગ્રેસની આ દુષિત માનસિકતાના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા , મહામંત્રી કુલદીપસિંહ જાડેજા , હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા પી.ડી. માલવીયા કોલેજ પાસે , ગોંડલ રોડ ખાતે કોંગ્રેસનું પૂતળાદહન કરી મશાલ રેલી યોજાઈ હતી . અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ધ્વારા મત . પ્રધાનમંત્રી સ્વસ્થ અને દિર્ધાયુ રહે ,

આ તકે કોંગ્રેસ સામે આ વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , લાખાભાઈ સાગઠીયા , શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર , તેમજ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા , મહામંત્રી હેમાંગ પીપળીયા , તેમજ પુર્વેશ ભટ્ટ , પ્રવીણ સેગલીયા , જયકીશન ઝાલા , જયપાલ ચાવડા , સહદેવસિંહ ડોડીયા , કરણ સોરઠીયા , કેયુર અનડકટ , ગૌરવ મહેતા , સુનીલ ગોહેલ , નિરવ રાયચુરા , અંકિત કુવાડીયા , અમીત બોરીચા સહીતના ઉપસ્થિત રહયા હતા .