ભાજપ સામે લડવા મતભેદો ભૂલી એક થવા વિપક્ષોને સોનિયાની હાંકલ

Soniya Gandhi
Soniya Gandhi

એકતા સાથે બહુમતીથી જીત મેળવવા આ વર્ષ મહત્વપૂર્ણ: સોનિયા

કોંગ્રેસની નિષ્ફળતાનું એક કારણ આંતરીક મતભેદ છે. તેમના પોતાના રાજયોમાં જ રાજકારણ ખડભડી રહ્યું છે માટે તેના પાયા જ નબળા પડી રહ્યા છે માટે કોંગ્રેસના ભૂતપૂર્વ ચીફ સોનિયા ગાંધીએ પાર્ટીને અરજી કરી હતી કે ભાજપ સામે લડવું હોય તો નાના વિવાદોને છોડી એક થવુ જ પડશે. કારણકે અંદરો અંદર ઝઘડા કરવાથી જીત મેળવવી શકય નથી. કારણકે લોકસભાની ચૂંટણીને આડે એક જ વર્ષ રહ્યું છે પરંતુ હજુ સમય છે કે પોતાનું વર્ચસ્વ પાછું મેળવી શકાય.

જોકે હાલ કોંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે પરંતુ સોનિયા ગાંધી સલાહકાર બની છે. ૭૦ વર્ષના સોનિયાજી અવાર નવાર ઉમ્રને કારણે બિમાર પડી જાય છે માટે રાહુલ હાલ કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા છે. વિપક્ષ પર પ્રહારો કરતા સોનિયાએ જણાવ્યું હતું કે, જીત મેળવવી જ‚રી છે. સંવિધાન ધ્રુણા અને હુમલાની અવગણના કરી શકે નહીં. આપણી પાર્ટીમાં સૌથી પહેલા મતભેદો દુર કરો જો આ રીતે જ ચાલતું રહ્યું તો વિપક્ષને તેનો લાભ મળી જશે માટે તેમની ૧૭ પાર્ટીઓએ એકતા સાથે ધ્યેય નિર્ધારીત કરવા સહમતી દર્શાવી છે.

જેમાં એનસીપીના શરદ પવાર, પ્રફુલ પટેલ, ટ્રીનામુલ એમપી દેરેક ઓ બ્રીન, સંજીવ કુમાર, જે.પી.યાદવ અને સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ સામેલ છે. જોકે ગત વિધાનસભાની ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનને કારણે પ્લસ પોઈન્ટ મળ્યો છે. ગઈકાલે જ જાહેર થયેલા બજેટ મામલે ટિપ્પણી કરતા રાહુલે કટાક્ષમાં ટવીટ કર્યું હતું કે, ચાર વર્ષ પસાર થઈ ગયા હવે એક જ વર્ષ બાકી છે. માટે ચિંતા જેવુ નથી તો બજેટમાં મધ્યમ વર્ગ માટે જોગવાઈ ન હોવાથી લોકો નારાજ થયા છે.