ટૂંક સમયમાં જ WhatsApp webમાં મળશે આ 2 મજેદાર ફીચર

સમગ્ર વિશ્વમાં WhatsAppના આજે કરોડો યુઝર્સ છે. WhatsApp તેના યુઝર્સ માટે દિવસેને દિવસે નવી સુવિધાઓ પ્રદાન કરતુ હોઈ છે ત્યારે હવે વપરાશકર્તા અનુભવને વધુ સારો બનાવવા માટે વધુ એક નવું ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા WhatsApp વેબ યુઝર્સ માટે ‘જોઇન બીટા પ્રોગ્રામ’ શરૂ કર્યું હતું. હવે કંપનીએ વેબ બીટા યુઝર્સને બે નવા અપડેટ આપ્યા છે, જે ટૂંક સમયમાં સામાન્ય વેબ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.

વેબસાઈટ Wabetainfo અનુસાર, WhatsApp ટૂંક સમયમાં વેબ યુઝર્સને ફરીથી ડિઝાઈન કરેલ ચેટ શેર શીટ અને ઈમોજી પેનલ પ્રદાન કરવા જઈ રહ્યું છે. હાલમાં આ બે અપડેટ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યા છે. જો તમે વોટ્સએપ વેબના બીટા પ્રોગ્રામમાં જોડાયા છો, તો તમને આ અપડેટ્સ પણ જોવા મળશે.

પહેલા એપ પર એવું થતું હતું કે ઇમોજી પેનલ પર ક્લિક કરવાથી તે આખી સ્ક્રીન પર ફ્લેશ થતી હતી. તેવી જ રીતે, ચેટ શેરશીટ પણ હવે અલગ દેખાય છે, જે ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. એટલે કે કંપની દ્વારા તેના UIમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા અપડેટમાં, આખી સ્ક્રીનમાં આવવાને બદલે, ઇમોજી પેનલ એક તરફ આવશે જે વપરાશકર્તા અનુભવને સુધારે છે.