પીઠના કમરના ભાગથી લઇને પગની નસ સુધી થતો અસહ્ય દુ:ખાવો એટલે કે સાયટીકા

Sciatica
Sciatica

પીઠના કમરના ભાગથી લઇને પગની નસ સુધી થતો અસહ્ય દુ:ખાવો એટલે કે સાયટીકા, તેની સાથે જ ઢીંચણનો દુખાવો, હાંડકાની નબળાઇ જેવી મુશ્કેલીઓ થતી હોય છે. જે ઘરગથ્થુ ઉપચારથી પણ મટી શકે છે.

– ગાંગળા મીઠું :

ગાંગળા નમકમાં સારી માત્રામાં મેગ્નેશિયમ અને સલ્ફેટ રહેલા હોય છે. ત્વચાના છીદ્રો માટે ઇસ્પોમ સોલ્ટ ફાયદાકારક છે. કારણ કે તે જલ્દીથી શોષાઇ જાય છે. તમારે માત્ર હળવા ગરમ પાણીમાં ૨ કપ મીઠું ઉમેરી સ્નાન લેવાથી પણ સાયટીકામાં રાહત થાય છે. આમ અઠવાડીયામાં ત્રણ વખત કરવું જોઇએ.

– આદુ :

દુખાવાથી રાહત મેળવવા આદુને ખોરાકમાં ભેળવવાથી પણ ફાયદો થાય છે. સાયટીકા આદુ સૌથી વધુ અસરકારક છે. તેનાથી ખોરાકમાં પોટેશિયમ મળી રહે છે. તમે જીંજર જ્યુસ કે પછી જીંજર ટી પણ ટ્રાય કરી શકો છો.

– હળદર :

હળદર શરદીથી લઇને અન્ય બિમારીમાં પણ મદદરુપ છે. અને દુખાવાથી બચવા એક સફળ ઘરગથ્થુ ઉપચાર છે.

– મેથી :

મેથી ઘણાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી ધરાવે છે. જે સાયટીકાના દુખાવાથી બચવા મદદરુપ બને છે. તેના બી ને તમે પીસીને દૂધમાં નાખી પેસ્ટ બનાવી દુખાવા પર લગાવી શકો છો.