Abtak Media Google News

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે બજાણા (માલવણ) પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન એ.એસ.આઇ. દાદુભાઇ તથા હે.કો. યોગેન્દ્રસિંહ ને મળેલ બાતમી આધારે ગેડીયા ગામનો ઇબ્રાહીમખાન કેશરખાન મલેક જાતે જતમલેક (ઉ.વ.૩૫) ધંધો ખેતી રહે. ગેડીયા તા. પાટડી વાળો મઝલ લોડ બંદુક સાથે ગેડીયા ગામથી નીકળી ગેડીયા ગામની નર્મદા કેનાલ પાસેથી પોતાની પાસે હથીયાર રાખી સીમ વિસ્તારમાં  જનાર છે તેવી હકિકત આધારે મજકુર ઇસમ પાસેથી એક દેશી હાથ બનાવટની મજલ લોડ બંદુક કી. ‚રૂ ૨૫૦૦/- સાથે પકડી પાડેલ છે. જેથી મજકુર ઇમસ વિરુઘ્ધમાં બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.