- ચોકરની ભુમિકામાંથી બહાર નીકળી ચેમ્પિયનશિપ માટે 69 રનની જરૂર, 8 વિકેટ અકબંધ
પ્રથમ બે દિવસની રમત દરમિયાન એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ મેચ આસાનીથી જીતી જશે પરંતુ ત્રીજા દિવસે એડમ માર્કરામની શાનદાર સદી અને કેપ્ટન બાવુમાની લડાયક અર્ધ સદીના સથવારે આફ્રિકા ઐતિહાસિક જીતની નજીક પહોંચ્યું
લોર્ડ્સ : ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ હવે જીતની લગભગ નજીક પહોંચી ગઈ છે. એક સમયે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સની બોલિંગ શરુ થતાં સ્થિતિ નાજૂક જણાઈ રહી હતી, રિયાન રિકલ્ટન અને વિયાન મુલ્ડરની વિકેટ પડ્યા પછી સાઉથ આફ્રિકા થોડું મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે, એડન મારક્રમ અને કેપ્ટન ટેમ્બા બવુમા વચ્ચે 143 રનની પાર્ટનરશીપે સાઉથ આફ્રિકાને મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. દક્ષિણ આફ્રિકા માટે આ ઈંઈઈ નોકઆઉટ ફાઇનલમાં મારક્રમે શાનદાર સદી ફટકારી અને દક્ષિણ આફ્રિકાને વિજયની નજીક પહોંચાડ્યું છે.
આ મેચમાં એડન મારક્રમે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 156 બોલનો સામનો કરીને કુલ 102* રન બનાવ્યા હતા. તેણે પોતાની સદીની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતો. મારક્રમે શરૂઆતથી જ પોતાની બેટિંગ ધીમી રાખી અને કોઈ ખરાબ શોટ રમ્યા વિના સદી તરફ આગળ વધ્યો હતો. જોકે, પ્રથમ ઇનિંગમાં મારક્રમે બેટ ચલાવ્યું નહીં, જેના પછી તેની ટીકા પણ થઈ હતી. પરંતુ આ સદી તેમને ટ્રોલ કરનારાઓના ગાલ પર થપ્પડ છે.
એડન મારક્રમની સદીના કારણે દક્ષિણ આફ્રિકા જીતની નજીક છે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતી જાય છે, તો તેમના પરથી ચોકર્સનો ડાઘ દૂર થઈ જશે. અગાઉ, તેઓ ઈંઈઈ ટૂર્નામેન્ટમાં 2024 ઝ20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યા હતા જ્યાં તેમને ટીમ ઇન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જોવાનું એ છે કે તેઓ ટાઇટલ કબજે કરી શકે છે કે નહીં.દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસની રમત સુધી 213 રન બનાવ્યા છે. ચોથા દિવસે જીતવા માટે તેમને ફક્ત 69 રનની જરૂર પડશે. દક્ષિણ આફ્રિકા માટે સારી વાત એ છે કે મારક્રમ અને બાવુમા બંને ક્રીઝ પર છે. મારક્રમ સદી ફટકાર્યા પછી રમી રહ્યો છે, જ્યારે બાવુમાએ પણ ફિફ્ટી ફટકારી છે. આફ્રિકન બેટ્સમેન કાંગારુ બોલરો પર પ્રભુત્વ ધરાવતા જોવા મળે છે.
એક તરફ એડન મારક્રમની બેટિંગની ભરપૂર પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ કેપ્ટન ટેમ્બા બવુમા લંગડાતા પગે પણ ક્રિઝ પર સાથી ખેલાડીઓનો સાથ આપતો રહ્યો અને ટીમને જીતની નજીક પહોંચાડવાના તમામ પ્રયાસો કર્યા છે. તેને એક પગમાં ઈજા થઈ હોવા છતાં તેણે બેટિંગ ચાલુ રાખી અને ટીમને જીત તરફ આગળ લઈ જઈ રહ્યા છે.
લોર્ડ્સ ટેસ્ટમાં આ બોલરે રચ્યો નવો ઇતિહાસ
લોર્ડ્સ ટેસ્ટમાં આ બોલરે રચ્યો નવો ઇતિહાસવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહેલા બે દિવસની જેમ ત્રીજા દિવસે પણ રોમાંચક રમત જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની શરૂઆત 8 વિકેટના નુકસાને 144 રનથી કરી હતી. કગિસો રબાડાએ દિવસની ત્રીજી ઓવરમાં નાથન લિયોનને કઇઠ આઉટ કરી ઓસ્ટ્રેલિયાને 9મો આંચકો આપ્યો હતો. ત્યારબાદ મિચેલ સ્ટાર્કે જોશ હેઝલવુડ સાથે મળી મોરચો સંભાળ્યો હતો. આ દરમિયાન હેઝલવુડે એક છેડો સંભાળી રાખ્યો હતો, જ્યારે બીજી બાજુ સ્ટાર્કે રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને 100 બોલનો સામનો કરી પોતાની અડધી સદીની નજીક પહોંચી ગયો હતો. ત્યારબાદ 64મી ઓવરમાં ચોગ્ગો ફટકારી પોતાની 11મી અડધી સદી પૂરી કરી હતી.
સ્ટાર્કે અડધી સદી પૂરી કર્યા બાદ આગામી ઓવરમાં જોશ હેઝલવુડ સાઉથ આફ્રિકન સ્પિનર એડન માર્કરમનો શિકાર બન્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 207 રને સંકેલાઈ ગઈ હતી. સ્ટાર્ક છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. તેણે ત્રણ કલાકથી વધુ સમય ક્રીઝ પર વિતાવ્યાં હતા અને 136 બોલનો સામનો કરી 58 રનની ઇનિંગ રમી હતી. આમ તેણે આઈસીસી ફાઇનલમાં ઇતિહાસ રચી દીધો હતો.