ગુજરાત ખારવા સમાજના અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા અંગે વેરાવળમાં મીટીંગ

દક્ષિણ ગુજરાતના માચ્છીમારો વર્ષોથી સારા બંદરથી વંચિત

પીલાણીઓના માલિકોને રાહત પેકેજ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાત ખારવા સમાજની અગત્યની મીટીંગ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર તેમજ વેરાવળ ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઇ કુહાડાના અધ્યક્ષ સ્થાને ખારવા સમાજ વાડી માં રાખવામાં આવી હતી. મીટીંગમાં દક્ષિણ ગુજરાતના માચ્છીમારો જે વર્ષોથી સારા બંદરથી વાંચીત છે તે દક્ષિણ ગુજરાતના મચ્છીમારો માટે નવા બંદર બનાવવા માટે ની રજૂઆત સહિતના અનેક પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે માછીમારોને ખુબજ નુકશાન ભોગવું પડ્યું છે. આ બાબતે સરકાર પાસે રાહત પેકેજ બોટો તથા પીલાણીઓના માલિકોને મળે તે પણ વિચારણા કરાઈ હતી. આ મીટીંગ ગુજરાતના બંદરોના તમામ પ્રમુખો તેમજ પટેલો દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેકટર કિશોરભાઇ મોહનભાઇ કુહાડાને રજૂઆત કરવામાં આવી હતી.

આ મીટીંગમાં હાજર રહેલ ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડા જાફરાબાદ ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીય તથા નરેશ ભાઈ, ઓલ ઈન્ડિયા ફિશરીઝ ફેડરેશનના ઉપપ્રમુખ ભગુભાઈ સોલંકી,કનૈયાભાઈ સોલંકી, માંગરોળ ખારવા સમાજના અગ્રણી મેધજીભાઈ વંદુર, વણાકબારા ખારવા સમાજના પટેલ દિનેશભાઇ પાંજરી, દીવ ખારવા સમાજના પટેલ મગનભાઇ પટેલ, ઘોઘલા ખારવા સમાજના પટેલ સુરેન્દ્રભાઈ સોલંકી, ઉના ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ કાપડિયા, સુરત ખારવા સમાજના અગ્રણી શૈલેશભાઈ ઉમરીગર, ભીડીયા ખારવા સમાજના પૂર્વ પટેલ નરશીભાઈ ડાલકી, માઢવાડ ખારવા સમાજના પૂર્વ પટેલ દિનેશભાઈ લોઢારી, માંડવી ખારવા સમાજના પટેલ હંસરાજભાઈ બદરી માલમ, મુંદ્રા ખારવા સમાજના પટેલ રાજેશભાઈ કષ્ટા, સલાયા ખારવા સમાજના પટેલ નારણભાઈ ખારવા, ગાંધીધામ ખારવા સમાજના પટેલ વિજયભાઈ મોતીવરસ, દ્વારકા ખારવા સમાજના પટેલ વિજયભાઈ તાવડી, અખીલ કચ્છ ખારવા સમાજના પુર્વ પ્રમુખ શીવજીભાઈ ઝાલા, પોરબંદરના ખારવા સમાજના ઉપપ્રમુખ અસ્વિનભાઈ જુંગી, પોરબંદરના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, અખીલ ગુજરાત માચ્છી મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, સુત્રાપાડા ખારવા સમાજના પટેલ હરેશભાઈ ગોહેલ, તથા સુરેશભાઈ બારૈયા સહિત ખારવા સમાજના આગેવાન બાબુભાઇ જુંગી, બાબુભાઈ આગ્યા, હીરાભાઈ વધાવી, ગુજરાત બંદરના તમામ બોટ એશોસીએસનના પ્રમુખો તથા હોડી (પીલાણી) એશોસીએસનના પ્રમુખ ખાસ હાજર રહ્યાં હતા.