Abtak Media Google News

બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયકલોનિક સરકયુલેશન લો પ્રેશરમાં પરિવર્તીત થતાં

સૌરાષ્ટ્રમાં આજથી ક્રમશ: વરસાદનું જોર, માત્રા અને વિસ્તાર વધશે, શનિવારે સાર્વત્રિક વરસાદની સંભાવના

બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજીએ પાવનકારી પધરામણી થવા પામી છે. જો કે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર માટે વધુ ફાયદાકારક રહેશે નહીં, દક્ષિણ ગુજરાતમાં આજથી અનરાધાર વરસાદ પડયાની સંભવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. નવી સિસ્ટમ સૌરાષ્ટ્રમાં પણ નવી સિસ્ટમ વરસાદ આવશે પરંતુ જળ ભુખ ભાંગી શકે તેટલી માત્રામાં વરસાદ પડવાની શકયતા ખુબ જ નહીંવત છે. દરિયા કાંઠા વિસ્તારોમાં છુટછવાયા વિસ્તારોમાં અમુક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. બાકી સૌરાષ્ટ્રે હળવાથી મઘ્યમથી સંતોષ માની લેવો પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ આવશે મોનસુન ટ્રફ નોર્મલ પોઝીટીશનમાં આવતા એમ.પી. માં ફરી ચોમાસુ સક્રિય થશે જેનો લાભ ગુજરાતને મળશે અને રાજયમાં ફરી વરસાદ પડવાનું શરૂ થશે.

ઉતર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયકલોનિક સરકયુલેશન  ઓરિસ્સા નજીક દરિયા કિનારે લો-પ્રેસરમાં પરિવર્તીત થયું છે. જે ઉતર પશ્ર્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. મોનસુન ટ્રફનો પૂર્વ છેડો હાલ નોમેલ પોઝિશનમાં છે જયારે પશ્ર્ચિમ છેડો હિમાલયની તળેટીમાં છે જે આગામી ર4 કે 48 કલાકમાં નોમેલ પોઝિશનમાં આવીશે, ઓરિસ્સા, છતીસગઢ અને મઘ્ય પ્રદેશમાં આ સિસ્ટમના કારણે ભારે વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજથી મેઘાવી માહી જામશે ક્રમશ: વરસાદનું જોર વધશે શનિવારે સાર્વત્રીક વરસાદની આશા ઉભી થવા પામી છે.

ઉતર પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ચોમાસુ ફરી સક્રિય થયું છે અને ગુજરાતમાં સારા વરસાદ માટે સાનુકુળ પરિસ્થિતિ સર્જાવા પામી છે. આગામી ત્રણેક દિવસ સુધી રાજયમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડશે શનિવારે વરસાદનું જોર, માત્રા અને વિસ્તાર વધશે, શનિવારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આવતીકાલે ગુરૂવારે ડાંગ, નવસારી, નર્મદા, મહિસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, શુક્રવારે ડાંગ, નવસારી, તાપી, દમણમાં ભારે વરીાદ જયારે અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર અને અરવલ્લીમાં મઘ્યમ વરસાદની શકયતા છે. જયારે શનિવારે ભરૂચ, સુરત, વલસાડ અને તાપી જયારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના રહેલી છે.

મેઘાની ફરી પધરામણી: રાજયના 107 તાલુકાઓમાં ચાર ઇંચ સુધી વરસાદ

તાપીના કુંકરમુંડામાં ચાર ઇંચ ખાબકર્યો: અંકલેશ્ર્વરમાં 3 ઇંચ, દાહોદમાં રાાા ઇંચ, નાડોદ, મહુવામાં અઢી ઇંચ

લાંબા વિરામ બાદ ગુજરાતમાં મહાભૂલા મેઘરાજાની ફરી પાવનકારી પધરામણી થવા પામી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયકલોનીક સરકયુલેશન લો-પ્રેશરમાં પરિવર્તીત થવા પામ્યું છે. જેની અસર તળે આગામી સોમવાર સુધી રાજયમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. આજે સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર4 કલાક દરમિયાન 107 તાલુકાઓમાં હળવા ઝાપટાથી મોડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

અમદાવાદમાં પણ મધરાતે મેઘો મંડાયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લાંબો ઇન્તજાર કરાવ્યા બાદ ફરી વરૂણદવે કૃપા વરસાવવાનું શરુ કરતા લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. ગુજરાતમાં આ વર્ષ નૈત્રઋ ચોમાસાનુ વહેલું આગમન થયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લઇ લીધો હતો. તાઉતે વાવાઝોડામાં સારો એવો વરસાદ વરસી જતા ખેડુતોએ વહેલી વાવણી કરી નાખી હતી જો કે વરસાદ ખેંચાવાના કારણે મોલાત મુરજાવા માંડી હતી. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉદભવતા ચોમાસુ ફરી સંક્રિય થયું છે.

રાજયમાં ગઇકાલથી ફરી મેઘાવી માહોલ જામ્યો છે સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર1 જીલ્લાના 107 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ તાપી જીલ્લાના કુંકરમુંડામાં ચાર ઇંચ વરસી ગયો છે આ ઉપરાંત ભરૂચના અંકલેશ્ર્વરમાં ત્રણ ઇંચ, દાહોદમાં પોણા ત્રણ ઇંચ, નર્મદા જીલ્લાના નાડોદમાં અઢી ઇંચ, મહુવામાં અઢી ઇંચ, જેતપુર, પાવી, બોડેલી, મહેમદાવાદમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો અમદાવાદમાં મધરાતે  મેધરાજાના મંડાણ થયા હતા અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો આજે સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.