Abtak Media Google News

ટંકારાના નેસડા ખાનપરનાં ખેડૂત કિશોરભાઈ ભાડજા દર વર્ષ કોઠા સુઝ અને વાતાવરણ પરથી ચોમાસાનો  વરતારો આપે છે

ટંકારા તાલુકાના નેસડા ખાનપરના ખેડુત કિશોરભાઈ ભાડજા પોતાની કોઠાસુઝથી દર વર્ષે વરસાદની આગાહી કરે છે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે. તે એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના એટલે કે આકાશી ચિત્ર નામે ઓળખવામાં આવે છે.આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે.આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે.રોહણી નક્ષત્ર માલના ગાડાથી ઓળખાય છે.ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે.મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.

વાવણી લાયક વરસાદ એટલેકે સાર્વત્રિક વાવણીનુ ચોમાસુ 15 દિવસ મોડુ  થશે. ઓણુકા ચોમાસુ બે દિશામા આગળ વધી રહીયુ છે સારૂ અને નબળુ આ વર્ષે ચૈત્ર મહિનામા રાત્રે ઠંડી પડી જે ચોમાસાની નબળી નિશાની છે ગત વર્ષથી ઋતુ ચક્રમા મોટો ફેરફાર (પલટો) આવ્યો છે જેને વિજ્ઞાનની ભાષામાં ક્લાઈમેટ ચેન્જ કહે છે

આ વર્ષે ચિત્રમાં સૂર્યના રથથી મંગળનો રથ આગળ ચાલે છે તેથી અમુક અમુક વિસ્તારમા ખંડ વૃષ્ટિ થશે તો અમુક વિસ્તારમા અતિવૃષ્ટિ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા તા- 5 અને 6 જુન 2023 મા જુઝ વિસ્તારમા રોહિણી રેલાઈ. આદ્રા નક્ષત્ર બેસતા તા- 22 જૂન 2023 થઈ અમુક  વિસ્તારમા વરસાદની શરૂઆત થશે આદ્રા નક્ષત્ર ઉતરતા તા- 29 જૂન થી સાર્વત્રિક વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવશે.  આ રાઉન્ડમા જે વિસ્તારમા વરસાદની ખેંચ હશે ત્યાં આખું વર્ષ વરસાદી ખેંચ રહેશે જેથી આ રાઉન્ડ ઉપર વર્ષનો આધાર છે. ત્યાર બાદ પુનર્વસુ નક્ષત્રમા પણ વરસાદનો સારો રાઉન્ડ આવશે પુષ્પ નક્ષત્રમા તા- 29 જુલાઈથી વધુ એક રાઉન્ડ આવશે. આશ્લેસા નક્ષત્રમા તા-  7 થી 14 ઓગસ્ટ દરમિયાન મેધો મંડાશે. મધા નક્ષત્ર મા તા- 17 ઓગસ્ટથી ત્રણ દિવસ આકાશી અમિછાટણા વરહશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમા તા- 31 ઓગસ્ટ થી વરસાદ નો આઠ દિન અઠવાડિયુ હેત વરસાવશે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમા તા-15 સપ્ટેબરથી   10 દિવસનો રાઉન્ડ રહશે જેથી ઓણુકા  પાછતરા વરસાદ બહુ સારો છે

આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંમપરા છે તેના ઉપરથી તારણ સંમભાવના શકયતાઓ દર્શાવી શકાઈ છે. છેલ્લા પાંચેક વર્ષની આગાહી સચોટ રીતે સાચી પડી છે. પરતું હવે શરૂઆતના દિવસોથી કલાઈમેટ ચેન્જ હવામાનમાં બદલવાની ભયંકર અસર વર્તાઈ રહી છે જે જીવસૃષ્ટિ માટે સારી વાત નથી બાકી બધું કુદરતી છે આ અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.