Abtak Media Google News

શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જય સરદાર યુવા ગ્રુપનો સહયોગ

રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ ઈન્ડ. એસોસીએશન અને જય સરદાર યુવા ગ્રુપનાં સહયોગથી શાપર વેરાવળ ઔધોગિક ઝોનમાં ફેકટરીનાં મજુરોને તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મજુરોને કરીયાણાની કીટ વિતરણ કરવામાં આવે છે તેનું

આજરોજ એસ.પી. બલરામ મીણાએ રૂબરૂ શીતળા માતા મંદિર પાસે તેમના હસ્તે કિટ વિતરણ કરી હતી. તેમજ એસોસીએશનમાં કીટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કરી એસોસીએશનનાં સહયોગથી ચાલતા દવાખાનાની મુલાકાત કરી હતી.

Img 20200404 Wa0031

આ તકે એસોસીએશનનાં ચેરમેન રમેશભાઈ ટીલાળા, પ્રમુખ કિશોરભાઈ ટીલાળા, સેક્રેટરી વિનુભાઈ ધડુક, ઉપપ્રમુખ અમૃતભાઈ ગઢીયા, એસોસીએશનનાં કારોબારી સભ્ય તેમજ જય સરદાર યુવા ગ્રુપનાં દુષ્યંતભાઈ ટીલાળા, મહેશભાઈ ઠુંમર, જીતુભાઈ વાડોદરીયા, ઘનશ્યામભાઈ ભુવા, મુકેશભાઈ કાપડિયા, અશોકભાઈ ભુવા સહિત શાપર પોલીસ પીએસઆઈ કે.એ.ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તેમ એસોસીએશનની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.