- શ્રી હરભમજી રાજ ગરાસીયા બોડીંગ ખાતે
- પીએસઆઈ થી કારકિર્દીનો પ્રારંભ કરનાર અને રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પી. જી. જાડેજાએ ક્ષત્રીય સમાજનું નામ રોશન કર્યું
‘સ્વાગત છે, અભિનંદન છે, અભિનંદન છે’ ક્ષાત્રવટનો દબદબો આપ જેવા વીરલા થકી છે બરકરાર, ક્ષત્રિય સમાજના તમે (પ્ર)દીપ છો, અને છો ધબકાર.આ પંક્તિઓ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રદિપસિંહજીને સમર્પિત છે. તાજેતરમાં સન્માન સમારોહ યોજાઇ ગયો. રાજકોટના તાલુકાના સુકી સાજડીયાળી ગામના વતની અને હાલ અમદાવાદ જે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને એસપી તરીકે પ્રમોશન મળતા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય, કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશન, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ અને શ્રી પ્રવિણસિંહ (સોળિયા) હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો સમાવેશ થાય છે. હરભમજી ગરાસીયા છાત્રાલય, રજપૂતપરા ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા રહ્યા હતાં. રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રદિપસિંહજીએ પોતાની કારકીર્દીનો પ્રારંભ પીએસઆઇ તરીકે કરેલો તથા જેમાં લીંબડી, ભાવનગર, જૂનાગઢ સહિતના સ્થળોએ ઉત્તરદાયિત્વ નિભાવીને કરેલા સામાજિક સેવાના કાર્યોને લોકો આજે પણ યાદ કરે છે. સરળ, વિનમ્ર સ્વભાવ ધરાવતા પ્રદિપસિંહજી બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આ સન્માન સમારોહમાં ક્ષત્રિય સમાજના લગભગ તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતાં.આ સન્માન સમારંભ પ્રસંગે પર ક્ષત્રિય સમાજના માંધાતાસિંહ જાડેજા (રાજકોટના ઠાકોર સાહેબ) સાથે ભડવાણાના પ્રદ્યુમનસિંહ રાણા, ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા (ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ), પર્વ મેટલના એસ.ડી. ઝાલા, પીજીવીસીએલના પૂર્વ એમડી એમ.બી. જાડેજા, જયપાલસિંહ સરવૈયા, કે.બી. ઝાલા (નિવૃત્ત ડીવાયએસપી), પરબતસિંહ જાડેજા (હરભમજી છાત્રાલય ટ્રસ્ટી), દેવેન્દ્રસિંહ જાડેજા (સોળિયા), દૈવતસિંહ જાડેજા, હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), અંબાદાન રોહડીયા, જયંતભાઇ પંડ્યા, ભવતુભા ઝાલા , એ.પી. જાડેજા, એસ.બી. ગોહિલ, આર.જી. વાઘેલા, જે.કે. ઝાલા, ડી.એમ. વાઘેલા, સી.પી. દલાલ અને જયેન્દ્રસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી(નિવૃત્ત ડીવાયએસપી) , આર.આર. ગોહિલ અને એ.જે. જાડેજા, આર.એફ. ગોહિલ(નિવૃત્ત પીઆઇ) , આર બી ઝાલા, ભક્તિનગરના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, આજી ડેમ પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ ઝાલા, એસ.એમ રાણા, આર.કે. જાડેજા, સી.બી. જાડેજા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. સમારંભના પ્રમુખ રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં સુકી સાજડીયાળી પરિવારની તેમજ પ્રદિપસિંહ જાડેજાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની ખૂબ જ પ્રશંસા કરી હતી. આ તકે તેમણે દાખલો આપીને સુકી સાજડીયાળીના સંયુક્ત પરિવારના પણ વખાણ કર્યા હતાં અને તેમની સમાજ પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી.સન્માનાર્થી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજે મારૂં સન્માન એ આપ સૌના ઘડતરના કારણે થયું છે, જીવનમાં ખૂબ જ મહેનત કરી ધગશ અને નિષ્ઠાથી આગળ વધવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. પોતાના વિદ્યાર્થીકાળથી કોલેજકાળ સુધી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયનો સિંહફાળો રહ્યો હોવાનું જણાવ્યું હતું.આ તકે સન્માન સમારંભમાં હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયના ટ્રસ્ટી હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજા (માખાવડ), દેવેન્દ્રસિંહ જાડેજા (સોળિયા), પ્રદ્યુમનસિંહ ઝાલા (ભડવાણા), ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા, કે.બી. ઝાલા તથા અંબાદાન રોહડીયાએ પ્રસંગોપાત ઉદ્બોધન કર્યુ હતું. આ પ્રસંગે જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી વગેરે ગામમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સુકી સાજડીયાળી પરિવાર દ્વારા ચારેય સંસ્થાઓને રૂ.1,44,111નું દાન
પ્રદિપસિંહ જાડેજા જે ગામના વતની છે તે સુકી સાજડીયાળી પરિવાર દ્વારા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયને 1,11,111, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશનને 11,000, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલને 11,000 તથા શ્રી પ્રવિણસિંહ (સોળિયા) હરભમમજી ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળને 11,000 મળી કુલ 1,44,111નું દાન આપવામાં આવ્યું હતું. સુકી સાજડીયાળી પરિવારના પરબતસિંહ જાડેજા, જે.બી. જાડેજા, આઇ.બી. જાડેજા, જયદિપસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, એસ.પી. જાડેજા તથા હર્ષરાજસિંહ જાડેજા આ સુંદર પળોના સાક્ષી બન્યા હતાં.
ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા, સામાજિક રાજકીય અગ્રણી, પોલીસ બેડાના ઉચ્ચ અધિકારી અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત