કાલે સાંજે આકાશમાં સ્પેશ શટલ: ચાર મિનિટ આહલાદક નજારો

જામનગર સાંજે સાડા સાત, રાજકોટ 7 કલાક 35 મિનિટ, અમદાવાદ 7 કલાક 36 મિનિટ

 

અબતક,રાજકોટ

કાલે મકરસંક્રાંતિ શુક્રવારે સાંજે સાડા સાત કલાકથી ધ્ય આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. આકાશમાં ચાર મિનિટ સુધી નરી આંખે જોઈ શકાશે.જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. 10 મી વહેલી સવારે અને તા. 1ર મી સાંજે સાડા સાત કલાક પછી તુરંત ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન આકાશમાં ચળકાટ, તેજસ્વીતા સાથે લોકોએ નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. રાજયમાં ગ્રામ્ય વિસ્તારના જાગૃતોએ આકાશમાંથી પસાર થતું સ્પેશ શટલ નિહાળી જાણવાની ઉત્સુક્તા બતાવી હતી. જાથાના સદસ્યો અને શુભેચ્છકોએ સ્પેશ શટલની કામગીરી બાબતે રસપ્રદ માહિતીનું આદાન પ્રદાન ર્ક્યું હતું. લોકોએ દૂરબીનથી આહલાદક નિહાળ્યું હતું. મકરસંક્રાંતિ શુક્રવાર તા. 14 મી સાંજે સાડા સાત કલાકે દક્ષ્ાિણ-પશ્ર્ચિમ દિશામાંથી શરૂ થઈ દક્ષિણ-પૂર્વ સાંજે 7 કલાક ને 3પ મિનિટે અસ્ત જયારે રાજકોટમાં 7 કલાક ને 3પ મિનિટ મધ્ય આકાશમાં, અમદાવાદમાં 7 કલાક ને 36 મિનિટ, વડોદરા, સુરત, હિંમતનગર, ઉપરાંત રાજયના લોકો નરી આંખે ચાર મિનિટ સુધી સ્પેશ શટલ જોઈ શકશે. પ્રકાશની તીવ્રતા માઈનસ 3.9 ની હોય આકાશમાં તારાની ચળકાટની જેમ જોઈ શકાશે. સ્પેશ શટલ પૃથ્વીની પ્રદક્ષ્ાિણા ડિસેમ્બર ર0ર1 સુધીમાં 1,31,440 કરી ચૂક્યું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં જોઈ શકાતું નથી. ર4 કલાકમાં 16 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી લે છે. સ્પેશ શટલ તેનો માર્ગ સતત બદલતો રહેતો હોવાથી એકના એક સ્થળ ઉપરથી બીજી વખત પસાર થતા ઘણો સમય લાગે છે.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે શુક્રવારે સ્પેશ શટલ મધ્ય આકાશમાં ચળકાટ, તેજસ્વીતા, પ્રકાશના કારણે પસાર થતી વખતે નરી આંખે જોઈ શકાય છે. સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશ મથક પ્રતિ કલાક ર8,800 કિલોમીટર ઝડપે પૃથ્વીની પ્રદક્ષ્ાિણા કરી લે છે. 419 ટન વજન ધરાવતા આઈ.એસ.એસ. માં અવકાશયાત્રીઓ ઝીરો ગે્રવીટી, વાતાવરણ નથી અને તાપમાન પણ ર00 ડિગ્રીનો તફાવત છે. પૃથ્વી ઉપરથી દરરોજ સ્પેસ સેન્ટર નીકળે છે. સ્પેશ નજીક અંતરેથી આહલાક તેજસ્વીતાના કારણે જોઈ શકાય છે. સ્પેસ સેન્ટરની લંબાઈ ફુટબોલના મેદાન જેટલી છે.