સ્પેગેટી પોમોદોરો ચીઝ બોલ

સામગ્રી

મેંદો – ૧૦ ગ્રામ

ક્રીમ – ૧૫ ગ્રામ

બ્લેક ઓલીવ્સ – ૫ ગ્રામ

કોર્ન ફલોર – ૧૦ ગ્રામ

ઝીણુ સમારેલું લસણ

૧૦ ગ્રામ

બ્રેક ક્રમ્સ – ૨૦ ગ્રામ

ચીઝ – ૬૦ ગ્રામ

કેપ્સીકમ – ૩૦ ગ્રામ

ડુંગળી – ૨૦ ગ્રામ

પનીર – ૨૦ ગ્રામ

ઓલિવ ઓઇલ –

૧૫ એમ.એલ.

બટર – ૧પ ગ્રામ

મીઠુ સ્વાદ અનુસાર

ચીલી ફલેકસ – ૫ ગ્રામ

સીઝનીંગ પાવડર –  ૮ ગ્રામ

કાળા મરીનો ભૂકો – ૩ ગ્રામ

સફેદ મરીનો ભુકો – ૩ ગ્રામ

મિકસ હબ – પ ગ્રામ

સ્પેગેટી – ૧૮૦ ગ્રામ

ટામેટા – ૬૦ ગ્રામ

ટમેટો પ્યુરી – ૬૦ ગ્રામ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ખમણેલું પનીર, ખમણેલું ચીઝ, ઝીણુ સમારેલું કેપ્સીકમ, ચીલી ફલેકસ, ઓરેગાનો ડ્રાય હબ્સ મેંદો, કોર્ન ફલોર ઉમેરી નાના નાના બોલ્સ બનાવી લો. આ બોલ્સને મેંદો અને કોર્ન ફલોરના બેટરમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગોળી ધીમી આંચે તળી લેવા હવે સોસ બનાવવા એક પેનમાં તેલ, ઝીણુ સમારેલું લસણ, ડુંગળી, ઝીણા સમારેલા બાફેલા ટમેટા, ટમેટો પ્યોરી મીઠું, સીઝનીંગ પાવડર, ડ્રાય  હબ્સ, સફેદ મરીનો ભૂકો, કાળી મરીનો ભૂકો, ચલીલી ફલેકસ, ઓરેગાનો, બટર અને ક્રીમ ઉમેરલ કુક કરી લેવું.

હવે સ્પેગેટી માટે એક પેનમાં ઓલીવ ઓઇલ, લસણ, ડુંગળી કેપ્સીકમ, બાફેલી સ્પેગેટી , ચીલી ફલેકસ, ઓરેગાનો, ડ્રાય હબ્સ, સીઝનીંગ પાવડર, મીઠુ ફેશ બેઝન, સોસ, ક્રીમ, બટર અને તીઝ ઉમેરી ઓલવીથી ગાર્નિશ કરી ચીઝ બોલ્સ અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો તો તૈયાર છે સ્પેગેટી પોમોદોરો ચીઝ બોલ્સ