Abtak Media Google News
  • વડોદરામાં રૂ.500 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું
  • ખેતરમાં શેડ બનાવી ડ્રગ્સની પ્રક્રિયા કરતા ચાર શખ્સોની ધરપકડ
  • અમદાવાદ, કચ્છ અને મુંબઇ સુધી ફેલાયો હતો કારોબાર :એટીએસ અને એફએસએલ ટીમે તપાસ હાથધરી

વિધાનસભાની ચૂંટણીના મતદારને માત્ર હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યાં મોટા પ્રમાણમાં વડોદરા ખાતે ડ્રગ્સ પકડવામાં ગુજરાત ATSને ફરીથી મોટી સફળતા મળી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ATS દ્વારા સિંઘરોટ વિસ્તારમાં ચાલતા જાણીતા ફાર્મની પાછળનાં ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજે રૂ. 500 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે. A ડ્રગ્સ સોલિડ અને લિકવિડ બંને ફોર્મમાં કબજે કરવામાં આવ્યું છે.

Img 20221130 145827

વિગતો મુજબ આ કેસમાં અત્યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના 8.30ની આસપાસ રેઇડ કરી હતી.આ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરીને એટીએસની ટીમે આ ગોડાઉનમાં ઘૂસી જઇને અંદર તપાસ શરૂ કરી હતી. અહીં દરોડા પાડ્યા તે પહેલા મંગળવારે એસજીએસટી વિભાગની ઈન્વેસ્ટિગેટિવ વિંગ અને એટીએસ દ્વારા અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, અને ગાંધીધામમાં 44 જેટલી પેઢીઓના 64 સ્થળે સર્ચ હાથ ધરાયું હતુ.

Img 20221130 145849

ઉ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં પણ વડોદરામાંથી ગુજરાત એટીએસે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. વડોદરાના સાવલની મોક્સી ગામમાં એટીએસ દરોડા પાડ્યા હતા. જે બાદ એજન્સીએ અહીંથી કરોડો રુપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ. આ સિવાય આ કેસમાં એજન્સીએ કેટલાંક આરોપીઓની પણ ધરપકડ કરી હતી. એજન્સીએ સુરતના મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવની પણ ધરપકડ કરી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આરોપી મહેશ વૈષ્ણવ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવતો હતો. ત્યારે એટીએસએ આરોપી મહેશ વૈષ્ણવના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

રો મટીરિયલનું ટેબ્લેટ બનાવીને થતું હતું ડ્રગ્સનું વેચાણ

આ અંગે મળતી માહિતી મુજબ વડોદરા શહેર અને ગ્રામ્યની બે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું હતુ કે, ગોડાઉનમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવામા આવતુ હતુ. આ રો મટીરિયલને અમદાવાદ, મુંબઈ, કચ્છ મોકલવામાં આવતું હતુ. રો મટીરિયલને ટેબ્લેટ ફોર્મમાં વેચાણ કરાતુ હતુ. આ ગોરખ ધંધો આસરે એક મહિનાથી ચલાવવામાં આવતો હતો.હાલ એટીએસની ટીમે રૂ.૫૦૦ કરોડનું ડ્રગ્સ કબ્જે કરી ચારની પૂછતાછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.