સાગર સંઘાણી

હજુ થોડા સમય પહેલા જ જામનગરમાં ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી ત્યારે ફરી એક વખત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં કોઈ તસ્કરે ખેડૂતના ખિસ્સામાંથી રૂપિયા અડધા લાખની રોકડ રકમની ચોરી કરી હતી ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને પકડી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામની છે જ્યાં રહેતા અને ખેતી કામ કરતા પ્રેમજીભાઈ જેરામભાઈ રામોલિયા નામના ખેડૂત ૨૪ મી તારીખે ધ્રોલમાં આવ્યા હતા, અને રોયલ ગ્રીન સોસાયટીમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણા ઉપાડી રહ્યા હતા. તેમણે બેંકમાંથી એક લાખની રોકડ રકમ ઉપાડી લીધી હતી.

ત્યારબાદ તે રકમની પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે બેન્ક માં ગયા હતા. જે દરમિયાન તેની પાસે આંટાફેરા કરી રહેલો શખ્સ કે જેમના ખિસ્સામાંથી રૂપિયા ૫૦,૦૦૦ ની રોકડ રકમનું બંડલ સેરવી લઈ રફુચક્કર થઈ ગયો હતો. જે ચોરીના બનાવ અંગે પ્રેમજીભાઈ રામોલિયાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં બેંકના સીસીટીવી કેમેરા ની મદદથી તસ્કરને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.