Abtak Media Google News

ફતવો છે ? જય શ્રી રામ બોલવું તે ગુનો ?

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ૨૨ વર્ષીય યુવકને પ્રશ્નો ઉદભવી થયા

દીઓબંદમાં ડિસેમ્બર બે ના રોજ યોજાયેલી અમિત શાહ અને યોગી આદિત્યનાથ ની રેલી માં ખુબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી તેમાં ઉપસ્થિત લોકો દ્વારા જય શ્રી રામ અને ભારત માતાકી જયના નારા લગાવવામાં આવ્યા હતા તે સમય દરમ્યાન ૨૨ વર્ષીય મુસ્લિમ યુવક અહેસાન પણ તે રેલી માં સહભાગી થયો હતો અને તેને પણ જયશ્રી રામના નારા ઉચ્ચાર્યા હતા પરંતુ તેને એ ખ્યાલ ન હતો કે  જે સમયે તે જયશ્રી રામના નારા લગાવતો હતો તે સમયે તે વ્યક્તિ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતો પરિણામે તેણે સામાજિક બહિષ્કારનો ભોગ બનવું પડ્યું હતું.

22 વર્ષિય યુવકે કહ્યું હતું કે રેલીમાં જે રીતે નારા લગાવવામાં આવતા હતા તે કંપની હતા અને તે લાગણી પણ કંઈક અલગ જ હતી જેમાં તે મંત્રમુઘ બની જયશ્રી રામનું નારો લગાવ્યો હતો પરંતુ આ અંગે જ્યારે તેમના મિત્રો અને તેમના પરિવારને જાણ થાય તે સમયથી તેમના પરિવારના સભ્યો પણ તેને જાકારો આપ્યો હોય તો અને તેનો બોયકોટ પણ કર્યો હતો. નવયુવક ને અનેક જગ્યાએથી ધમકીભર્યા ફોન કોલ પણ આવવાના શરૂ થયા હતા.

ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ અંગે કોઇ ફતવો બહાર પાડવામાં આવ્યો છે ખરો કે જયશ્રીરામ બોલવું ગુનો છે. ભારતમાં વિવિધ સંપ્રદાયના લોકો વસવાટ કરે છે અને દરેક લોકોને પોતાના ધર્મની સાથોસાથ અન્ય ધર્મ પ્રત્યે પણ એક અનેરી લાગણી હોય છે પરંતુ કોઈ મુસ્લિમ યુવક જય શ્રીરામ કે ભારત માતાકી જય નો નારો લગાવે તે સહેજ પણ ગુનો બનતો નથી અને જે રીતે તેનો બહિષ્કાર કરવામાં આવે તે પણ યોગ્ય નથી. ભારતમાં દરેક વર્ગના લોકોને કોઇપણ ધર્મ અપનાવવો અથવા તો ધર્મ પ્રત્યે પોતાની સાચી લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.